આવેદન:લખતર જૈન સમાજે TMC સાંસદની ટિપ્પણી બાબતે સહી ઝુંબેશ હાથ ધરી

લખતર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર જૈન સમાજે  ટીએમસી સાંસદની અભદ્ર ટીપ્પણી મામલે સહી ઝુંબેશ હાથ ધરી હતી. - Divya Bhaskar
લખતર જૈન સમાજે ટીએમસી સાંસદની અભદ્ર ટીપ્પણી મામલે સહી ઝુંબેશ હાથ ધરી હતી.
  • આગામી સમયમાં સાંસદને આવેદનપત્ર આપવામાં આવશે

લખતરના જૈન સમાજ દ્વારા તા.15-2-22ને મંગળવારના રોજ તૃણમુલ કોંગ્રેસનાં સાંસદે જૈન સમાજ વિશે કરેલ ટિપ્પણીના વિરોધમાં સુરેન્દ્રનગરના સાંસદને આવેદનપત્ર આપવા માટે લખતરમાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ આવેદનપત્રમાં જૈન સમાજ દ્વારા વિવિધ માગણીઓ કરવામાં આવી હતી.

તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુવા મોઈત્રાએ લોકસભામાં જૈન સમાજ વિશે આપત્તિ જનક શબ્દોનો ઉપયોગ કરી જૈન સમાજની ભાવનાને ઠેસ પહોંચાડી છે. જેનો વિરોધ હાલમાં સમગ્ર દેશમાં ઠેર -ઠેર જૈન સમાજ તેમજ જૈન સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યો છે.

જે મુજબ જ તા.15-2-2022ને મંગળવારના રોજ લખતર તાલુકાના જૈન સમાજ દ્વારા તૃણમુલ કોંગ્રેસના સાંસદનાં નિવેદનનો વિરોધ કરી સુરેન્દ્રનગરના સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરાને આપવામાં આવનાર આવેદનપત્રમાં લખતરમાં સહી ઝુંબેશ ચલાવવામાં આવી હતી.

આ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ટીએમસીના સાંસદે લોકસભામાં કરેલ જૈન સમાજ વિશે આપત્તિજનક ટિપ્પણી સંસદીય આચરણને ખંડિત કરનારી છે. તેથી સાંસદ જૈન સમાજની માફી માંગે તેમજ વડાપ્રધાન તેમજ ગૃહમંત્રી પાસે તેમની વાતોના અંશને લોકસભાના રેકોર્ડમાંથી હટાવવામાં આવે તેવી માગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...