હાલાકી:લખતરથી વણા ગામ જતાં કેનાલના ઢાળવાળા રોડ પર બાવળોનું સામ્રાજ્ય

લખતર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતરથી વણા ગામ તરફ જવાના રસ્તાની બંન્ને તરફ બાવળો ઊગી નીકળ્યા છે. - Divya Bhaskar
લખતરથી વણા ગામ તરફ જવાના રસ્તાની બંન્ને તરફ બાવળો ઊગી નીકળ્યા છે.
  • અકસ્માત સર્જાય તે પહેલાં બાવળોનું કટિંગ કરાવવાની માગણી

લખતરથી વણા ગામ જવા માટેનો રોડ પર કેનાલના ઢાળવાળા રોડની બાજુએ બાવળો ઊગી નીકળ્યા છે. આ બાવળ વધતા છેક રોડ સુધી પહોંચી વાહનચાલકોને સામેથી આવતા વાહન ન દેખાતા અકસ્માતનો ભય રહે છે. આથી તંત્ર દ્વારા આ રોડ ઉપરથી બાવળો તાત્કાલિક હટાવવામાં આવે તેવી ઉગ્ર માંગ વાહનચાલકો અને ગ્રામ્યવિસ્તારના લોકોમાં ઉઠી છે.

સરકાર દ્વારા તંત્રને રોડ -રસ્તા બનાવ્યા પછી અમુક અમુક સમયે તેનું ધ્યાન રાખવા કંઈ ખામી દેખાય તો યોગ્ય કરવા સૂચના આપવામાં આવે છે. પરંતુ તંત્રના અધિકારીઓ આ સૂચનાનો અમલ જ નહીં કરતાં હોય તેવો ઘાટ સર્જાયો છે. તેમ એકવાર રોડ બનાવ્યા પછી તેની સામે બીજીવાર ધ્યાન જ ન કરતાં હોય તેવું પણ બનતું હોય છે. જેનો નમૂનો લખતરથી વણા જવા માટેનાં રોડ ઉપર લખતર નજીક આવેલ સૌરાષ્ટ્ર શાખાની મુખ્ય નહેરના ઢાળવાળા રોડની બાજુએ બાવળો ઊગી નીકળ્યાં છે. આ બાવળો ઉગી નીકળ્યાં તેટલું જ નહીં અમુક જગ્યાએ બાવળો રોડ પર નમી ગયેલા હોવાથી વાહનચાલકોમાં અકસ્માતનો ભય રહે છે.

આ અંગે વાહનચાલકો કિશનભાઇ પ્રજાપતિ, નિકુલભાઇ સોલંકી જણાવ્યું કે રોડનાં વળાંકમાં આગળનાં રસ્તાના વાહન ન દેખાતા હોવાથી અકસ્માતની પણ સંભાવના રહેલી છે. તો રાત્રીનાં સમયે સામેથી વાહન આવતાં તેની લાઇટથી આંખ અંજાઈ જતાં ટુ વ્હીલર રોડની બાજુએ ઊભુ રાખવામાં પણ બાવળો વાગવાનો ભય રહ્યા કરે છે. તેથી બાવળોનું યોગ્ય કટિંગ નિયમિત કરાવવામાં આવે તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...