તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:વણા-ઘણાદ રોડની બંને સાઈડ બાવળોનું સામ્રાજ્ય

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતરના વણાથી ઘણાદ જતાં રોડની બંને બાજુએ બાવળો ઉગી નીકળ્યા છે. જેના કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડતી જોવા મળે છે. તો વળાંકમાં બાવળો આડા હોવાથી આગળનું કંઈ ન દેખાતા અકસ્માત થવાની પૂરી સંભાવના રહેલી જોવા મળે છે. તો આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરવા લોકોની માંગણી છે.

લખતર તાલુકાનાં વણા-ઘણાદ રોડ ઉપર બંને બાજુએ બાવળો ઉગી નીકળ્યાં છે. આ બાવળો રોડ ઉપર નમેલા હોવાથી વાહનચાલકોને કાંટા વાગવાની સાથે આગળનું કંઇ દેખાતું ન હોઇ અકસ્માતની બીક રહે છે. ત્યારે આ અંગે તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી વાહનચાલકો તેમજ લોકો દ્વારા માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...