તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોષની લાગણી:મહા રસીકરણ અભિયાનનો ફિયાસ્કો, લખતરમાં રસી ન આવતાં લોકોમાં કચવાટ

લખતર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કેન્દ્રો પરથી રસી લીધા વગર પરત ફરવું પડતાં રોષની લાગણી

લખતર ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં રસીકરણની પરિસ્થિતિ નબળી હોય છે. તેનું કારણ ઉપરથી જ રસી ન આવતી હોવાનાં કારણે લોકોને અગવડતા ભોગવવાનો વારો આવેલો જોવા મળે છે. આમ, સરકારનું રસીકરણ અભિયાન માત્ર કહેવા પૂરતું જ હોય તેવો ઘાટ જોવા મળે છે.

સરકાર દ્વારા મહા રસીકરણ અભિયાન ના નામે મોટા મોટા કાર્યક્રમો યોજી ઉદઘાટન જેવા તાયફાઓ કરાય છે. પરંતુ બાદમાં ગ્રામ્ય વિસ્તારોમાં રસી પૂરતી ન પડતી હોય તેવો ઘાટ સર્જાયો છે.જેમાં તા.13-7-21ને મંગળવારના રોજ લખતર તાલુકામાં વણા પીએચસી અને લખતર શહેરમાં રસીકરણ બંધ રહ્યું હોવાની માહિતી મળી હતી. તો તાલુકાનાં ઢાંકી, તલસાણા તથા વિઠલગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના લગભગ ત્રીસેક ગામડાઓમાં થઈને માત્ર 137 લોકોનું રસીકરણ થયું હતું. આમ રસીકરણ મહાઅભિયાન ના મોટા દેખાડા કરતી સરકાર ગ્રામ્ય વિસ્તારમાં પૂરતી રસી ન આપતી હોવાથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં કચવાટની લાગણી જોવા મળે છે. ત્યારે એકબાજુ તા.13-7-21ને મંગળવારના રોજ રસી આવી ન હોવાના કારણે અમુક કેન્દ્રોમાં રસીકરણ બંધ રહ્યું હતું. તો બીજે દિવસે એટલે કે તા.14-7-21ના રોજ બુધવાર હોવાથી મમતા દિવસના કારણે સરકાર દ્વારા રસીકરણ બંધ રાખવાની જાહેરાત કરાઇ છે. તેથી લખતર તાલુકામાં અમુક રસીકરણ કેન્દ્રો ઉપર સતત બે દિવસ બંધ રહેશે.

આમ, મહા રસીકરણ અભિયાનનો લખતરમાં ફિયાસ્કો થયેલો જોવા મળે છે. આ અંગે તાલુકા હેલ્થ ઓફીસર ડો.જયેશ રાઠોડે જણાવ્યુ કેલખતર શહેર તથા વણા પી.એચ.સી.માં રસી ન હોવાથી રસીકરણ બંધ રાખવું પડેલ. જયારે તલસાણા, વિઠ્ઠલગઢ તથા ઢાંકી પી.એચ.સી.ત્રણેયમાં મળી 137નું રસીકરણ કરવામાં આવેલ હતુ.

અન્ય સમાચારો પણ છે...