ઓર્ગેનિક ખેતી:ખેડૂતે ઓર્ગેનિક ખેતીથી 20 વીઘામાં ફળ, શાકભાજી ઉગાડવાની શરૂઆત કરી

લખતર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લખતરના મનસુખભાઇએ નિવૃત્તિ બાદ કેવી રીતે પ્રવૃત્ત રહેવું તેનું ઉદાહરણ પૂરું પાડ્યું

વ્યક્તિ નિવૃત્ત થાય છે તેનામાં રહેલું જ્ઞાન નહીં. આ ઉક્તિને મૂળ લખતરના અને હાલ સુરેન્દ્રનગર રહેતા મનસુખભાઇ ઉકાભાઇ આહજોલીયા સાર્થક કરી રહ્યા છે. તેઓ 1978માં CCIમાં નોકરીએ લાગ્યા હતા અને 2013ના વર્ષમાં ઓરિસ્સા ખાતે નિવૃત્ત થયા હતા. ત્યારબાદ તેઓએ થોડા સમય બાદ તેઓની ખેતીની જમીનમાં નર્મદાનું પાણી મળી રહેતું હોવાનાં કારણે તેમના શોખ પ્રમાણે ઓર્ગેનિક ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. 2018થી લખતર-બજરંગપુરા રોડ પર આવેલ તેમની જમીનમાં ઓર્ગેનિક ખેતી તરફ વળી ફળ અને શાકભાજી વાવવાની શરૂઆત કરી હતી.

જેમાં તેઓ તદ્દન કુદરતી વસ્તુઓનો ઉપયોગ ખાતર બનાવવામાં તેમજ જરૂરિયાત ઊભી થયે દવાનો ઉપયોગ કરવાની બદલે કુદરતી વસ્તુઓમાંથી બનાવેલ પેસ્ટનો ઉપયોગ દવા તરીકે કરી રહ્યા છે. તેઓએ હાલ તેમની 20 વીઘા જમીનમાં ખારેક, નાળિયેરી, લીંબુ, જામફળ, સફરજન નું તેમજ ભીંડા, ગવાર જેવી સિઝનેબલ શાકભાજીનું પણ વાવેતર કરવાનું શરૂ કર્યું છે.

નિવૃતિ બાદ ઓર્ગેનિક ખેતીનું નક્કી કર્યું
મનસુખભાઈએ જણાવ્યું કે, નિવૃત્તિ બાદ પ્રવૃત્ત રહેવાય અને ખેતી પણ સંભાળાય તે વિચારે મે ઓર્ગેનિક ખેતી કરવાનું નક્કી કર્યું હતું. ખાતર બનાવવામાં ગૌમૂત્ર, છાણ, ચણાનો લોટ, દેશી ગોળ, ખાટી છાશ અને તળાવની માટી વિગેરેનો ઉપયોગ કરૂ છું. તો કુદરતી વસ્તુઓ મરચા, આદુ, એલોવિરા, લીંબડાના પાન, આંકડાના પાન, ધતુરાના પાન, પીપળાના પાન, સરગવાના પાન, બાવળના પાન, લીંબુ જેવી વસ્તુઓની પેસ્ટ કરી દવા તરીકેનાં ઉપયોગમાં લઉં છું.

અન્ય સમાચારો પણ છે...