અકસ્માત:કડુ-ઓળક વચ્ચે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતાં ટ્રક ખાઈમાં ખાબક્યો

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માટીકામ બાદ કોઈ સાઈન બોર્ડ કે કંઈ મૂકવામાં આવતું નથી
  • વાહનચાલકોનાં મતે અકસ્માત નોંધાવાનું કારણ હાલમાં આ રોડ ઉપર બની રહેલા ફોરલેનની કામગીરી છે

લખતર-વિરમગામ સ્ટેટ હાઇવે ઉપર રોજબરોજ અકસ્માતો નોંધાઇ રહ્યાં છે. વાહનચાલકોનાં મતે અકસ્માત નોંધાવાનું કારણ હાલમાં આ રોડ ઉપર બની રહેલા ફોરલેનની કામગીરી છે. તંત્ર દ્વારા ફોરલેનની કામગીરી એક તરફ ચાલુ છે. તો બીજી તરફ માટીકામ બાદ કોઈ સાઈન બોર્ડ કે કંઈ મૂકવામાં આવતું નથી.

જેના કારણે વાહનો રોડની સાઈડમાં પલ્ટી ખાઇ જતાં હોય છે. ત્યારે તા.18-11-22નાં રોજ પણ આવી જ ઘટના બની હતી. એક ટ્રક ચાલકે કોઈ કારણોસર સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતા ટ્રક રોડની સાઈડમાં આવેલ ખાઈમાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...