રોષ:લખતર પોલીસ સ્ટેશન પાસેનું નાળું શોભાના ગાંઠિયા સમાન

લખતર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાળા કામ નબળું હોવા અંગેનો વીડિયો ફરતો થયો હતો

લખતર રેલવે સ્ટેશન જવાના રોડ ઉપર પોલીસ સ્ટેશન નજીક એક નાળું બનાવવામાં આવેલું છે.આ નાળું બન્યાને બેએક મહિના જેટલો સમય થયો છે. તેમ છતાં આ નવું બનેલું નાળું હાલમાં કોઇ કામનું ન હોય તેમ શોભાના ગાંઠિયા સમાન હોય તેવો ઘાટ સર્જાયો છે. તો આ નાળું બની રહ્યું હતું તે સમયે પણ નાળાનું કામ નબળું થતું હોવા અંગેનો વિડિયો પણ ફરતો થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. સરકાર દ્વારા લોકોપયોગી કામો જેવા કે નવા રોડ-રસ્તા, પુલના કામો કે અન્ય કામો જે પૂર્ણ થઈ જાય ત્યારબાદ લોકોને અગવડતા ન પડે તે માટે તેને તુરંત જ કાર્યરત કરી દેવા સૂચનાઓ આપવામાં આવે છે.

પરંતુ આજથી બેએક મહિના પહેલા લખતર ગ્રામપંચાયત દ્વારા બનાવવામાં આવેલ નાળામાં તદ્દન વિપરીત ઘાટ સર્જાયો છે. લખતર ગ્રામપંચાયત દ્વારા લખતર રેલવે સ્ટેશન રોડ ઉપર પોલીસ સ્ટેશન નજીક પોલીસ સ્ટેશન જવા માટે બેએક મહિના પહેલા નાળું બનાવવામાં આવેલું છે.પરંતુ નાળું માત્ર બનાવવા પૂરતું જ બનાવ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે. જ્યાં નાળું બનાવ્યા પછી માટીકામ કરવામાં આવ્યું નથી. જેને લીધે લોકોને નાળા પર કેવી રીતે જવું તે પણ એક સવાલ છે. તો આ નાળા નું કામ ચાલુ હતું તે સમયે કામ નબળું થતું હોવા અંગેનો વિડિયો પણ વાયરલ થયો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

અને નાળું બની ગયા પછી બેએક મહિનાથી ત્યાં કામગીરી ન કરવામાં આવતા અનેક તર્ક વિતર્કો સર્જાયા છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે ગ્રામપંચાયતની ચૂંટણી નજીક આવતી હતી તે સમયે તાત્કાલિક અસરથી આ નાળું બનાવવાનું કામ શરૂ કરી બનાવી નાંખ્યું પરંતુ ત્યારબાદ નાળાનું કંઈ જ કામ ન થયું હોવાથી લોકોમાં રોષ છે.

અન્ય સમાચારો પણ છે...