હાલાકી:લખતરમાં નાળું 2 વર્ષથી તૂટેલું નબળા કામની સામે તંત્રનું મૌન, નવું નાળું 8 માસમાં ડમ્પર ચાલતાં તૂટી ગયું હતું

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોસાયટી વિસ્તારના રહીશોને પડતી મૂશકેલી

લખતર શહેરનાં બસ સ્ટેન્ડ વિસ્તારમાં શ્રીનાથજી સોસાયટીમાં જાન્યુઆરી-2018મા નાળું બન્યું હતું. ત્યારે તેના માત્ર 8 મહિનામાં જ એટલે ઓગસ્ટ-2018માં ડમ્પર ચાલવાથી તૂટી ગયું હોવાથી નાળાના નબળાં કામની પોલ છતી થતી જોવા મળી છે. ત્યારે નાળું બન્યા બાદ અધિકારીએ ચેક કર્યું ત્યારે કંપલીશન સર્ટી પણ ક્યાં આધારે આપ્યું હશે તે પણ એક પ્રશ્ન ઉઠવા પામે છે. ત્યારે આવા નબળા કામના કારણે તથા તંત્ર દ્વારા કરવામાં આવતા આંખ આડા કાનનાં કારણે આ નાળું આજનાં દિવસે પણ બે વર્ષથી તૂટેલી હાલતમાં જેમનું તેમ જ જોવા મળે છે. ત્યારે આ નાળાનું કામ નબળું થયું હોઈ માત્ર આઠ મહિનામાં જ તૂટી ગયેલ અને તેના લીધે રહેવાસીઓને મુશ્કેલી પડતી હોવા અંગેની લેખિત અરજી વિપુલભાઈએ જીલ્લા કલેકટરને કરેલી હોવા છતાં તેઓ પણ મૌન સેવીને બેઠેલા જોવા મળે છે. તો તત્કાલીન ડી.ડી.ઓ. ને પણ આ અંગેની રજૂઆત કરવા છતાં તેઓએ પણ કોઈ પગલાં લીધેલા ન હતા. આમ, અધિકારીઓના વાંકે પ્રજા પરેશાની ભોગવતી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે, તાલુકા પંચાયત દ્વારા ગ્રામપંચાયતને 2 વાર નોટિસ આપવા છતાં પંચાયત પણ પગલાં લેવા વામણી સાબિત થતી જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...