તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અધકચરું કામ:પુલનું રિપેરિંગ કરનારા તંત્રે 10 ફૂટ દૂર ઊખડેલી રેલિંગનું સમારકામ ન કર્યું

લખતર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તલવણી નજીકનાં પુલ ઉપરસળિયા દેખાતા હતા ત્યાં કામગીરી કરી જ્યારે એંગલ જેમની તેમ છે. - Divya Bhaskar
તલવણી નજીકનાં પુલ ઉપરસળિયા દેખાતા હતા ત્યાં કામગીરી કરી જ્યારે એંગલ જેમની તેમ છે.

લખતર-લીંબડી રોડ પર લખતરથી ત્રણેક કીમી દૂર તાલુકાનાં તલવણી ગામ નજીક 8 વર્ષ પહેલાં બનેલો પુલ આવેલો છે. ત્યારે આ પુલના સળિયા દેખાવા લાગ્યા હતા. તેના અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્રએ ત્યાં સમારકામ કરી દીધું છે. પરંતુ તેનાથી માંડ દસેક ફૂટ દૂર પુલની એંગલ દેખાઈ રહી છે ત્યાં કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા વાહનચાલકોને અકસ્માતનો ભય હોવાનું આ રસ્તેથી પસાર થતા લોકો જણાવી રહ્યાં છે.

સરકાર દ્વારા જરૂર જણાય ત્યાં રોડ-રસ્તાની યોગ્ય મરામત કરવા અધિકારીઓને જણાવવામાં આવે છે. પરંતુ અધિકારીઓ આ સૂચનાઓને ધ્યાને જ ન લેતાં હોય તેવો ઘાટ લખતર તાલુકાના તલવણી ગામ નજીક આવેલ પુલ ઉપર જોવા મળે છે. લખતર-લીંબડી સ્ટેટ હાઇવે ઉપર ત્રણેક કી.મી. દૂર લખતર તાલુકાનું તલવણી ગામ આવેલું છે. આ તલવણી ગામની નજીક આઠેક વર્ષ પહેલાં બનેલો પુલ આવેલો છે. ત્યારે છેલ્લા એકાદ વર્ષથી આ પુલ ઉપરના સ્લેબના સળિયા દેખાઈ રહ્યા હતા. જેના કારણે આ રસ્તેથી પસાર થતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો. આ અંગેના અહેવાલ તા.6 ઓગષ્ટના રોજ પ્રસિદ્ધ થયા હતા.

જેથી તંત્રએ સફાળું જાગી આ જગ્યાએ કાર્યવાહી કરી સમારકામ હાથ ધર્યું હતું. પરંતુ આ જગ્યાથી દસેક ફૂટ દૂર પુલ ઉપર જ પુલની એંગલ દેખાઈ રહી છે. તે તંત્રને ધ્યાને ન આવી હોવાનું જોવા મળ્યું છે. જે એંગલના કારણે વાહનના વ્હીલમાં પંચર પડવાની શક્યતાઓ છે. ત્યારે તંત્ર દ્વારા કરાયેલા અધૂરા કામને કારણે લોકોમાં કચવાટની લાગણી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...