તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:સવલાણા-ઝેઝરી વચ્ચે અંદાજે 40 લાખના ખર્ચે પુલ બનશે

લખતર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુલ બનાવવા ધારાસભ્યે ખાતમુહૂર્ત કર્યું: બેઠા નાળાને કારણે દર ચોમાસામાં રસ્તો બંધ થતો હતો

લખતર તાલુકાનાં સવલાણા ગામથી પાટડી તાલુકાનાં ઝેઝરી ગામને જોડતા રોડ ઉપર બેઠું નાળું આવેલું છે. ત્યારે આ બેઠા નાળાને કારણે દર ચોમાસામાં ભારે વરસાદને કારણે આ બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. આથી તા.9-6-2021ના રોજ લખતર-દસાડા વિસ્તારનાં ધારાસભ્યએ રૂ. 40 લાખના ખર્ચે બનનાર પુલ માટે ખાતમુહૂર્ત કર્યું હતુ.

લખતર અને પાટડી તાલુકાને જોડતો ગ્રામ્ય રસ્તો લખતરના સવલાણા અને પાટડીના ઝેઝરી ગામને જોડતા આ રસ્તા ઉપર બેઠું નાળું આવે છે. દર ચોમાસામાં ભારે વરસાદને કારણે આ નાળા ઉપરથી પાણી પસાર થવા લાગતા બંને ગામનો સંપર્ક તુટી જાય છે. ત્યારે તેને ધ્યાને લઇને લખતર-દસાડા વિસ્તારનાં ધારાસભ્ય નૌશાદ સોલંકીએ આ બેઠા નાળાની જગ્યાએ પુલ બનાવવાનું મંજૂર કરાવી તા.9-6-21ને બુધવારના રોજ તેનું ખાતમુહૂર્ત કર્યું હતું.

આ પુલ અંદાજે રૂ. 40 લાખનાં ખર્ચે બનનાર હોવાનું જાણવા મળે છે. ખાતમુહુર્ત પ્રસંગે સવલાણા ગામનાં અગ્રણી ચમનભાઈ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ રાણા, તાલુકા પંચાયતના સદસ્ય પ્રવીણભાઈ મકવાણા, પદમાબેન મકવાણા સહિત વિગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...