તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લખતરમાં ચાલતો આયુષ વિભાગ ચારેક માસથી બંધ

લખતર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સરકાર દ્વારા આયુર્વેદિક દવાઓ અને તેની પદ્ધતિ થી સારવાર માટે વિશેષ ધ્યાન આપવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવે છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ કરેલ આયુષ વિભાગ છેલ્લા ચારેક મહિના કરતાં વધુ સમયથી બંધ હાલતમાં જોવા મળે છે. તો સરકાર દ્વારા આજે રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ નિમિતે શરૂ કરવામાં આવતી નવી યોજનાઓને આ લપડાક સમાન હોવાનું જોવા મળે છે.

આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આયુર્વેદ દિવસની ઉજવણી થતી જોવા મળે છે. જે પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બે આયુર્વેદિક સંસ્થાઓનું ઉદ્દઘાટન પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે. તેવામાં સરકાર દ્વારા આયુર્વેદિક દવાઓ અને આયુર્વેદિક પદ્ધતિથી સારવાર ઉપર વધારે ભારે આપવામાં આવે છે. અને તેના કારણે કેન્દ્ર સરકાર દ્વારા આયુષ વિભાગો શરૂ કરવામાં આવ્યા હતા. જેથી લોકો આયુર્વેદિક સારવાર તરફ વળે. પરંતુ આ નવી સંસ્થાઓના ઉદઘાટનનાં વિરોધાભાસ લખતર સી.એચ.સી. માં ચાલતો આયુષ વિભાગ છેલ્લા ચારેક મહિના કરતાં પણ વધારે સમયથી બંધ છે. આ આયુષ વિભાગમાં લગભગ રોજની પચાસેક ઓ.પી.ડી. રહેતી હોવાનું જાણવા મળતું હતું. તો અનેક લોકોને આયુર્વેદિક દવાઓ પણ ચાલુ હતી. ત્યારે અધ્ધવચ્ચે આ વિભાગ સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો લોકોના આરોગ્ય સાથે ચેડાં થતાં હોય તેવો ઘાટ પણ જોવા મળે છે. ત્યારે તાત્કાલિક અસરથી તંત્ર દ્વારા આ વિભાગ ફરી શરૂ કરાવવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો