તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુસાફર પરેશાન:લખતર તાલુકાનાં ST બસના દસેક ગ્રામ્ય રૂટ હજી પણ બંધ

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અન્ય ડેપોએ રૂટો શરૂ કર્યા, સુરેન્દ્રનગર ડેપોએ નથી કર્યા

સરકારે તમામ એસટી રૂટો શરૂ કરવા સૂચના આપી હોવા છતાં તંત્ર દ્વારા ગ્રામ્ય વિસ્તારોના રૂટ શરૂ કરવામાં ન આવતા બસ સ્ટેન્ડમાં મુસાફરો બસની રાહ જોઈ જોઈને કંટાળતા હોય છે. જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં લખતર તાલુકાનાં લગભગ અડધાથી વધારે ગામનાં લોકોને મુશ્કેલી વેઠવી પડી રહી છે.

કોરોનાથી દેશના અર્થતંત્ર ઉપર અસર પડી હોવાની વાતો ચાલે છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમને મોટી અસર થઈ હોવાનો ઘાટ સર્જાયો છે. જેમાં હવે હાલમાં કોરોના વાઇરસના કેસો ઓછા થયા છે. તેવા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા થોડા દિવસ પહેલા 8 બસ સ્ટેશનના ઇ-લોકાર્પણનાં સમયે 99% ગ્રામ્ય વિસ્તારોને બસથી જોડ્યાનો દાવો કર્યો હતો. જે દાવો લખતર તાલુકામાં તદ્દન પોકળ સાબિત થઈ રહ્યો હોય તેવું જોવા મળે છે. ત્યારે લખતર બસ સ્ટેશનમાં પહેલાં રેગ્યુલર જે બસો આવતી હતી.

તેમાં હવે દસેક ગ્રામ્ય રૂટોની બસો ન આવતાં મુસાફરોને લખતર બસ સ્ટેશનમાં કલાકો સુધી બસની રાહ જોઈને બેસી રહેવાનો વારો આવે છે. ત્યારે આ રૂટો બંધ હોવાના કારણે તાલુકાનાં સાકર, કારેલા, ઇંગરોડી, તલસાણા, વણા, ઢાંકી, લીલાપુર સહિતના લગભગ પચ્ચીસેકથી વધુ ગામોના લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે. સરકારે તમામ એસટી રૂટોની બસો શરૂ કરવા સૂચનાઓ આપી હોવાથી અન્ય ડેપોએ ગ્રામ્ય વિસ્તારની બસો શરૂ કરી છે.

ત્યારે સુરેન્દ્રનગર એસટી તંત્ર દ્વારા કેમ આજદિન સુધી અમુક રૂટો બંધ રાખવામાં આવ્યા છે તેવા સવાલો લોકોમાં ઉઠવા પામ્યા છે. ત્યારે તાત્કાલિક લખતરના તેમજ લખતર ઉપરથી પસાર થતી ગ્રામ્ય વિસ્તારના એસટી રૂટો શરૂ કરવામાં આવે તેવી લોકોની માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...