લખતર તાલુકા પ્રાથમિક શૈક્ષીક મહાસંઘ દ્વારા સરકારી તંત્ર દ્વારા તેમને સોંપાયેલ કેટલીક કામગીરી બાબતે તકલીફ પડતી હોવાથી કામગીરીમાંથી મુક્તિ આપવા અંગે લખતર મામલતદારને લેખિત રજુઆત કરવામાં આવી છે.
લખતર મામલતદારને અપાયેલ લેખિત પત્રમાં જણાવ્યા મુજબ હાલમાં શિક્ષકો પાસેથી મતદારયાદી સુધારણા કાર્યક્રમ હેઠળ બી.એલ.ઓ.ને તેની કામગીરી સાથે ફરજીયાત ગરૂડા અને વી.એચ.એ.એપ્લિકેશનમાં ફોર્મ ભરવાની કામગીરી કરવી તકલીફ રૂપ હોઈ તેમજ કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં નેટવર્ક ની રામાયણ હોવાથી તેમજ કેટલાંક મોટી ઉંમરના બી.એલ.ઓ.ને આ નવી ટેક્નિકમાં તકલીફ પડતી હોઈ તેમાંથી મુક્તિ આપવા અંગે આવેદનપત્રમાં જણાવાયું છે. આ લેખિત રજુઆત સાથોસાથ મહાસંઘે બી.એલ.ઓ.એ વેકેશન ના તા.1-11-21થી તા.21-11-21 દરમ્યાન કરેલ કામગીરીના વળતરની રજા જમા આપવાનું પણ જણાવ્યું હતુ.
મૂળી તાલુકા શિક્ષક સંધ દ્વારા મામલતદાર ને આવેદન આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઇ હતી. મૂળી તાલુકા સહિત સમગ્ર રાજયમાં હાલ મતદાર નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કામગીરી અત્યાર સુધી ઓફલાઇન કરાતી હતી. જે આ વખતથી ઓનલાઇન ગરૂડા એપ થકી કરવામાં આવી રહી છે.જેમાં અનેક મુશ્કેલીઓ બી એલ ઓ પ્રાથમિક શિક્ષકોને પડી રહીછે અને સમયસર કાર્ય થઇ શકતુ નથી.
જેથી મૂળી તાલુકા પ્રાથમિક શિક્ષક સંધનાં હરદેવસિંહ પરમાર, યુવરાજસિંહ, પ્રદિપસિંહ,મહિપાલસિંહ સહિત હોદેદારો દ્વારા મૂળી ચુટણી અધિકારીને લેખિત રજુઆત કરી આવેદન પાઠવ્યુ હતુ.જેમાં જણાવાયુ હતુકે કેટલાક શિક્ષકો ટેકનોલોજીનો મર્યાદિત ઉપયોગ કરતા હોવાથી તેમનાં માટે કામગીરી કરવી મુશ્કેલી ભર્યુ છે અને જો કામ કરશેતો મતદાર યાદી ભુલથી ભરેલ રહેવાની સંભાવના છેે.તેમજ કેટલીક શાળામાં કોમ્પ્યુટર કે ઇન્ટરનેટ જેવી સુવિધા પણ ઉપલ્બધ નથી જેથી શાળા રહીને પણ કામગીરી કરવી અશક્ય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.