તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:તંત્રે લખતરથી લીંબડી રોડ પરના બાવળો કાપી ગટરમાં નાખતાં રોષ

લખતર10 મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર-લીંબડી સ્ટેટ હાઇવે ઉપર રોડની બંન્ને બાજુએ બાવળો ઉગી નીકળ્યાં હતાં. જે માટે થઈને ગંત્ર દ્વારા બાવળ કટિંગનું કામ શરૂ છે.પરંતુ આ બાવળ કટિંગ કરીને બાવળો રોડની સાઈડમાંથી પાણી નીકળવા માટે બનાવેલી ગટરમાં જ નાંખવામાં આવતા આગામી સમયમાં મુશ્કેલી ઊભી થવાની શક્યતાઓ રહેલી છે.

લખતર-લીંબડી સ્ટેટ હાઇવની બંને બાજુના બાવળોનું તંત્ર દ્વારા કટિંગ કાર્ય હાથ ધરવામાં આવેલ. જેમાં આ હાઇવે ઉપર બાવળ કટિંગ કરી બાવળો રોડની સાઈડમાં આવેલ પાણી નિકાલ માટેની ગટરમાં નાંખવામાં આવતા આગામી સમયમાં મુશ્કેલી ઉદભવવાની સંભાવના રહેલી છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે આ સાલ લખતરમાં પડેલ ભારે વરસાદને કારણે આ પાણી નિકાલની ગટરમાં કચરાને કારણે પાણી પૂરતું નિકાલ નહીં થતાં તે નજીકનાં રહેણાંક વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...