સમગ્ર રાજ્યમાં લમ્પી વાઈરસનો કહેર વરસતા રાજ્યના પંદરેક જિલ્લા વધારે પ્રભાવિત થવા સાથે ગાયોના મૃત્યુ પણ થઈ રહ્યા છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ લખતર, ધ્રાંગધ્રા, સાયલા, ચોટીલા અને થાન તાલુકામાં લમ્પી વાઈરસનાં કેસો સામે આવી રહ્યા છે. જેને લઇને તા.2-8-22ને મંગળવારે સુરેન્દ્રનગર જિલ્લામાં લમ્પી વાઈરસની સમિક્ષા સુરેન્દ્રનગર જીલ્લાનાં પ્રભારી સચિવ રાકેશ શંકરનાં અધ્યક્ષસ્થાને લખતર તાલુકા પંચાયતમાં બેઠક યોજાઇ હતી. જેમાં પ્રભારી સચિવે જિલ્લામાં લમ્પીના કેસો તેમજ વેક્સિનેશનની કામગીરીની સમીક્ષા કરી હતી.
જિલ્લા કલેકટર કે.સી.સંપટ, જિલ્લા વિકાસ અધિકારી પી.એન.મકવાણા, વઢવાણ પ્રાંત અધિકારી વી.એન.સરવૈયા, નાયબ ઇન્ચાર્જ પશુ નિયામક પી.ટી. કણઝરીયા, લખતર ઇન્ચાર્જ પશુ ડોક્ટર અશોક રાઠોડ, લખતર મામલતદાર જી.એ. રાઠોડ તથા તાલુકા વિકાસ અધિકારી એચ.ટી.સાધુ સહિત તાલુકાના અધિકારીઓ હાજર રહ્યા હતા. ૉ
3 તબક્કામાં રણનીતિ
અસરગ્રસ્ત ગામડાઓમાં આઇસોલેશન સારી રીતે થાય તેમજ ટ્રીટમેન્ટ પણ પૂરી થાય તે માટે આયોજન કરાશે. { અસરગ્રસ્ત ગામડાઓ છે ત્યાં ચેપ ન વધે તે માટે તે 4-5 દિવસમાં તે વેક્સિનેશન પૂર્ણ કરવાનું પ્લાનિંગ. { જિલ્લામાં વેક્સિનેશન ઝડપથી પૂર્ણ થાય તે માટે નવી ટીમો બનાવી અને તેની ટ્રેનિંગ સહિતનું પ્લાનિંગ કરવામાં આવ્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.