તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:લખતર તાલુકાની લેન્ડ કમિટીની બેઠક રદ કરાતાં MLAની મુખ્ય સચિવને રજૂઆત

લખતર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ રાજકીય લોકોની દોરવણીથી બેઠક રદ કર્યાનો આક્ષેપ

લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ લખતર તાલુકામાં લેન્ડ કમિટીની બેઠક રદ થયા અંગે અસંતોષ વ્યક્ત કરી ગુજરાત રાજ્યના મુખ્ય સચિવને લેખિત રજૂઆત કરીને જણાવ્યા પ્રમાણે અનેક રજૂઆતો બાદ 7-8-21ના રોજ લખતર ખાતે પ્રાંત અધિકારીની અધ્યક્ષતામાં લેન્ડ કમિટીની બેઠક મળી હતી. જેમાં પ્રાંત અધિકારી દ્વારા શૂલ્લક કારણ ધરી અરજીધારકોની પુનઃ તપાસ કરવામાં બહાના હેઠળ મુદત પાડી4-9-21ના રોજ બેઠક નિર્ધારિત કર્યા અંગેની નોટિસ પણ 24-8-21ના રોજ ઇસ્યુ કરી હતી.

મિટીંગના થોડા સમય પહેલા પ્રાંત અધિકારી(પ્રોબેશન) કે.એસ.ગરસરે કોવિડ વેક્સિનેશનમાં કોઈ ગામમાં હાજર રહેવાનું બહાનું દર્શાવી લેન્ડ કમિટીની બેઠક પુનઃરદ કરી હોવાનું લેખિત રજૂઆતમાં જણાવ્યું છે. રજૂઆતમાં જણાવ્યા અનુસાર પ્રાંત અધિકારીએ વિકાસ અધિકારીની સૂચનાથી બેઠક રદ કરી હોવાનું જણાવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા એકબીજા ઉપર દોષારોપણ કરી લેન્ડ કમિટીની બેઠક અગાઉથી કોઈપણ જાણ કર્યા વગર રદ કરી ઘર વિહોણા ગરીબ લોકોને પ્લોટ ન મળે તે પ્રકારની અનુચિત કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું છે.

અમુક રાજકીય લોકોની દોરવણીથી પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીએ બેઠક રદ કર્યાનો આક્ષેપ ધારાસભ્ય દ્વારા કરાયો છે. આ અંગેની જિલ્લા કલેકટર, નિવાસી અધિક કલેકટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને ટેલિફોનિક જાણ કરતા તેઓએ યોગ્ય કરવાની ખાતરી આપી છે. ત્યારે પ્લોટ મંજૂર થવામાં પોતાનું નામ મિટિંગ બાદ જાહેર થવાની આશાએ આવેલા અરજદારોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...