તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:લખતર હાઇવે પર 1 કરોડના ખર્ચે અંડરગ્રાઉન્ડ કેબલ નાંખવાનું શરૂ

લખતર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યધોરી માર્ગના વિસ્તરણની કવાયત હાથ ધરાઇ
 • લાઇનમાં ફોલ્ટ આવે તો બીજી લાઇનમાં કનેક્ટિવીટ અપાશે

લખતર શહેર નજીક આવેલ રાજ્યધોરી માર્ગનાં વિસ્તરણ થવાની સરકારી કવાયત શરૂ થઇ છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા આગોતરા આયોજન હાથ ધરાયુ છે. જેમાં રસ્તાપર અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી હાથ ધરાઇ છે. લખતર નજીકથી પસાર થતા રાજ્યધોરી માર્ગને ફોરલેન બનાવવાનું નક્કી કરવામાં આવતા સરકારી તંત્ર દ્વારા વિવિધ કામો અંગેની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી અંતર્ગત આ રાજ્યધોરી માર્ગ પહોળો થતાં રોડની બંને બાજુઓએ આવેલ વિજલાઈનોનું આગોતરું આયોજન કરવામાં આવ્યું છે.

આ અંગે લખતર પશ્ચિમ ગુજરાત વિજ કંપનીના લખતર કચેરીના જુનિયર ઇજનેર હર્ષદ પટેલ જણાવ્યું કે આ આયોજન મુજબ એકાદ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે અંડર ગ્રાઉન્ડ કેબલ નાંખવાની કામગીરી આરંભી દીધી છે. આ લાઈનમાં બે કેબલો નાંખવામાં આવશે જેથી ભવિષ્યમાં લાઈનમાં કોઈ ફોલ્ટ આવે તો તાત્કાલિક અસરથી બીજી લાઈનમાં કનેક્ટિવિટી આપીને લોકોને પડનારી અગવડમાં ઝડપી કામ કરીને અગવડ નિવારી શકાય. આમ પશ્ચિમ ગુજરાત વીજકંપની દ્વારા ચોમાસા પહેલા કરવામાં આવતા આગોતરા આયોજનની માફક આ નવા બનનાર ફોરલેન રોડની કામગીરી શરૂ થાય તે પહેલાં આગોતરી કામગીરી કરીને વીજ કેબલ નાંખવાની કામગીરી આરંભી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો