તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર બસસ્ટેન્ડ તરફથી લખતરમાં આવતી બસોમાં મુસાફરો પુરતા હોવાનું જણાવી મુસાફરો ન બેસાડાતા હોવાની રાવ ઉઠી છે. આથી લખતરથી અમદાવાદ જતા મુસાફરોને વહેલી સવારથી આવી બેસવા છતા બસમાં જગ્યા મળતી નથી. જ્યારે એસ.ટી તંત્ર દ્વારા કોરોનાની ગાઇડ લાઇન મુ઼જબ મુસાફરો લેવાની સુચના હોવાનું જણાવાયુ હતુ.હાલ સંક્રમણ રહયુ હોવાથી શાળા, કોલેજો, થીયેટરો પણ ખોલી નંખાયા છે. એસ.ટીમાં 100 કેપેસીટી સાથે મુસાફરોની છુટ ન હોવાને કારણે મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે.
જેમાં સુરેન્દ્રનગર તરફથી લખતર આવતી બસોમાં લખતરથી મુસાફરો ન બેસાડાતા હોવાની રાવ ઉઠી છે. લખતરમાં એક કલાકે એક બસ એમાં પણ મુસાફરો બેસી ન શકતા મુશ્કેલી સર્જાઇ છે. આ અંગે રમેશભાઇ, જતીનભાઇ, શાંતાબેન સહિતનાઓએ જણાવ્યુ કે, અમદાવાદ જવાનું હોઇ સવારના સાડા 7 વાગ્યાથી લખતર બસસ્ટેન્ડે આવી ગયા હતા છતા બસમાં મુસાફર પુરતા હોવાનું જણાવી બસ કંડક્ટરે દરવાજો ખોલતા જ ન હતા. આ અંગે લખતર એસ ટી સ્ટેન્ડમાં ટ્રાફિક કંટ્રોલર તરીકે ફરજ બજાવતા ધમભાએ જણાવ્યું કે કોવિડ 19ની ગાઈડ લાઇન મુજબ મુસાફરો લેવાની સૂચના હોવાથી તેનો અમલ કરવામાં આવે છે.
સાયલા, લાંબા રૂટ સહિતની બસ અચાનક બંધ કરાતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરો પરેશાન
સાયલા તાલુકા મથકે આવેલા એસ.ટી.બસ સ્ટેન્ડમાં રાજકોટ, અમદાવાદ તરફની એક પણ બસ સેવા ઉપલબ્ધ નથી. છેલ્લા કેટલાક સમયથી સુરેન્દ્રનગર આવતી અને અમરેલી તરફ જતી સવારે 7 કલાકની બસ અચાનક બંધ કરી દેવામાં આવી છે. તંત્રને સારી આવક આપતી બસ અચાનક બંધ કરી દેવામાં આવતા અનેક મુસાફરોમાં રોષ ફેલાયો છે. જેના કારણે અમરેલી, ભાવનગર, બોટાદ, વિછીયા અને પાળીયાદ જતા મુસાફરો વધુ પરેશાન થઇ છે. બપોર 12 કલાકે સુરેન્દ્રનગરથી બોટાદ રૂટની બસ અચાનક બંધ થતા એલ.એમ.વોરા હાઇસ્કુલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પરેશાન થાય છે.
આ અંગે કાજલબેન, સરોજબેન અને કલાબેનના જણાવ્યા મુજબ સુદામડા, થોરીયાળી, ઓવનગઢ, નાગડકા, નોલી સહિત અનેક ગામડાની વિદ્યાર્થિનીઓ સાયલા અભ્યાસ માટે આવે છે. સવારની સ્કુલ અને કોલેજ હોવાના કારણે બપોરના 12 કલાકે બોટાદની બસ સુગમ હતી તે અચાનક બંધ કરી દેવામાં આવતા મુશ્કેલી વધી છે. સમયસર એસ.ટી બસના કારણે રાબેતા મુજબ ગામડે પહોંચી શકાય છે. પરંતુ અચાનક બસ બંધ કરી દેવામાં આવતા 50થી વિદ્યાર્થિનીઓ અને મુસાફરો સાયલા બસસ્ટેન્ડમાં ભુખ્યા તરસ્યા બેસી રહેવાનો વખત આવી રહયો છે. અંતે 2 કલાકે સુરેન્દ્રનગરથી આવતી બસ મળી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.