પાણીની પળોજણ:લખતરના અમુક ગામોમાં 10 દિવસથી પાણી આવતું નથી: ગ્રામજનો

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની રજૂઆતને પગલે અધિકારીઓ રૂબરૂ દોડી ગયા હતા. - Divya Bhaskar
લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની રજૂઆતને પગલે અધિકારીઓ રૂબરૂ દોડી ગયા હતા.
  • સરપંચો, ગ્રામજનોની તાલુકા મથકે પહોંચી મામલતદાર, TDOને રજૂઆત
  • 8 જૂન સુધીમાં પમ્પિંગ સ્ટેશન NC 26માંથી પાણી નહીં અપાય તો આંદોલનની ચીમકી

લખતર તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની વિકટ પરિસ્થિતિ સામે આવી છે. ત્યારે તાલુકાનાં અમુક ગામોમાં 10-10 દિવસથી પાણી આવતું નથી. તો અમુક ગામોમાં પૂરતું પાણી ન આવતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેને કારણે ગ્રામ્ય વિસ્તારોના સરપંચો અને ગ્રામજનો દ્વારા મામલતદાર અને ટીડીઓને રજૂઆત કરાઈ છે.

લખતર તાલુકાનાં અમુક ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી પાણી આવતું ન હોવાથી ગ્રામજનોમાં ભારે રોષ વ્યાપેલો ફેલાયેલો છે. આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર તાલુકાનાં સદાદ ગામમાં અંદાજે દસેક દિવસથી સંપમાં પાણી ન આવતું હોવાથી સરપંચ દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી. તો લરખડિયામાં પણ પાણીની બૂમરાણ ઉઠવા પામી છે. જ્યારે તાલુકાનાં ભાથરિયા ગામમાં છેલ્લા 10 દિવસથી પીવાનું પાણી મળતું ન હોવાની લેખિત રજૂઆત ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારને કરવામાં આવી છે.

આ તમામ રજૂઆતોને ધ્યાને લઇને લખતર મામલતદાર જી.એ.રાઠોડ, તાલુકા વિકાસ અધિકારી એચ.ટી.સાધુ તેમજ પાણી પુરવઠાના અધિકારી ઉપરોક્ત ગામોમાં માહિતી મેળવવા પહોંચ્યા હતા. આમ પંથકમાં રોજબરોજ ગ્રામ્ય વિસ્તારોમાં પાણીની બૂમરાણો ઉઠવા પામી છે.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે ઢાંકી ગામને દૂરથી આવતી પાઇપલાઈનથી અપૂરતું પાણી મળતું હોવાથી ઢાંકી નજીક આવેલ પમ્પિંગ સ્ટેશન NC 26માંથી પાણી આપવાની રજૂઆત ઢાંકી સરપંચ દ્વારા કરવામાં આવી છે. અને જો 8 જૂન સુધીમાં પમ્પિંગ સ્ટેશન NC 26માંથી પાણી આપવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી પણ સરપંચે ઉચ્ચારેલી છે.

અન્ય સમાચારો પણ છે...