તસ્કરી:વિઠ્ઠલગઢ ગામે ટાઢ ઉડાવતા તસ્કરો ઘરમાંથી 6 લાખ કરતાં વધુ મતાની ચોરી

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી. - Divya Bhaskar
પોલીસે ડોગ સ્કવોડની મદદથી તપાસ હાથ ધરી.
  • પ્રાથમિક તપાસમાં વીજપોલ ઉપરથી ઘરનાં ધાબે થઈ તસ્કરો ઘરમાં ઘૂસ્યાં હોવાની આશંકા
  • પોલીસ દ્વારા ડોગ સ્ક્વોર્ડ અને FSLની મદદ લઈને ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી

લખતર તાલુકાના વિઠ્ઠલગઢ ગામે મોડી રાત્રે તસ્કરોએ એક ઘરમાં હાથફેરો કર્યો હતો. જે ઘરમાં પરિવાર સૂતો હતો તે જ ઘરમાં તસ્કરો તિજોરીમાંથી રોકડ અને ઘરેણા સહિત કુલ રૂ. 6 લાખ કરતા વધુ મુદ્દામાલની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવની જાણ થતાં જ લખતર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અંગે મળતી માહિતી અનુસાર વિઠ્ઠલગઢ ગામના આશિષભાઈ રાજુભાઈ શેઠે લખતર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા અનુસાર તા.10-11-22ને ગુરૂવારના રોજ રાત્રે 10 વાગ્યે તેઓ અને તેમનો પરિવાર ઘરે સૂતો હતો. બીજા દિવસે સવારે લૌકિકે જવાનું હોઈ તેમના પત્ની વહેલા ઉઠતાં તેઓએ વહેલી સવારે તિજોરી ખુલ્લી જોતા બાદમાં પરિવારજનોને કહેતા ચોરી થઈ હોવાનું જણાયું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર ઘરનું બારણું અંદરથી બંધ હોઈ ઘરની નજીક વીજપોલ આવેલો હોવાથી તેના ઉપરથી ઘરના ધાબે થઈ તસ્કરો ઘરમાં ઘૂસ્યા હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે.

આ બનાવની જાણ થતાં જ લખતર પી.એસ.આઇ ઝેડ.એલ.ઓડેદરા તથા લખતર પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ઘરમાંથી રૂ.6,10,000 રોકડા તેમજ રૂ.2000 ના ચાંદીનાં છડા મળી કુલ રૂ.6,12,000 ની મતાની ચોરી થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું હતુ. બનાવની તપાસ અર્થે નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એચ.પી.દોશી પણ દોડી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે એફએસએલની ટીમ અને ડોગ સ્કવોડની ટીમની મદદથી તપાસ હાથ ધરી હતી. આ કેસની વધુ તપાસ લખતર પી.એસ.આઇ. ઝેડ.એલ. ઓડેદરા ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...