તસ્કરી:લખતરના રાજમહેલમાં તસ્કરો ત્રાટક્યા સોનાની વાંસળી સહિત 90 હજારની ચોરી, CCTV તોડ્યા

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દોઢ મહિનામાં બીજી વાર નિશાન બનાવ્યું

લખતર રાજ મહેલના પૂજાના સ્થાનમાં શનિવારે રાત્રી દરમિયાન તસ્કરો ત્રાટક્યા હતાં. હવેલીમાં પ્રવેશ કરતા પહેલા અમુક સીસીટીવી કેમેરાઓ સાથે છેડછાડ કરી તેને ફેરવી નાંખ્યા હતા. પરંતુ અન્ય સીસીટીવી કેમેરામાં તસ્કરો કેદ થયા હતા. જ્યારે સિક્યોરિટી ગાર્ડ જોઈ જતાં તેની સાથે ઝઘડીને તેને પણ ઇજા પહોંચાડી હતી. આ અંગે હરપાલસિંહ ઝાલા( હેપી દાદા)નાજણાવ્યા અનુસાર ઠાકોર સાહેબનાં રાજપેલેસમાં શનિવારે 3 શખ્સોએ પ્રવેશ કરી પૂજાના સ્થાનની સાંકળ તોડી જૂની નાની -મોટી સોનાની વાંસળી નં -9 કિં.રૂ.90,000 ની ચોરી કરી હતી. તો રાજમહેલના રૂમના અને શક્તિ માં ના પૂજાના સ્થાનના ઓરડાના તાળા તોડીને ચોરી કરી હોવાનું પણ ફરિયાદમાં જણાવ્યું છે. આ અંગેની વધુ તપાસ લખતર પીએસઆઇ એચ.એમ.રબારી ચલાવી રહ્યા છે.અત્રે ઉલ્લેખનીય છે કે 25 ઓક્ટોબરે ચોરીનો પ્રયાસ કરાયો હતો.

આ અંગે ઠાકોર સાહેબ બલભદ્રસિંહજી ઝાલાએ જણાવ્યું કે, ગત રાત્રિનાં સમયે મંદિરમાં ચોરી થઇ, તાળા તૂટ્યા અને આવેલ શખ્સોએ ગાર્ડ ને માર્યો, ઢસડ્યો અને ચોરી કરેલ. મારી ઉંમર 92 વર્ષની છે. હું એકલો જ રહું છું. તેથી સરકારી તંત્રને રાજપેલેસમાં મને બંદૂકધારી ગાર્ડ આપવા માટે બહુ રજૂઆતો કરી છે. પરંતુ તેમ છતાં તેઓ સાંભળતા નથી. ત્યારે હવે મને તંત્ર બંદૂકધારી ગાર્ડ આપે તેવી વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...