બેદરકારી:લખતર એસટી સ્ટેન્ડમાં બનાવેલી દુકાનો-સ્ટોલો બંધ

લખતર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મુસાફરોની સવલતમાં વધારા માટે 3 સ્ટોલ, 10 દુકાન બનાવી હતી

કહે છે અધિકારી સારો હોય તો સરકારના જે તે વિભાગને તારી શકે અને જો અધિકારી ધારે તો જે તે વિભાગને મારી શકે. આ વાત છે લખતર એસ.ટી. સ્ટેન્ડ જે વિભાગમાં આવેલ છે તે રાજકોટ વિભાગની. લખતર એસટી સ્ટેન્ડ બનાવ્યાને ત્રણેક વર્ષથી વધુ સમય થવા આવ્યો હોવા છતાં આજે પણ એસટીની આવક વધારવા માટે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અને આથી જ લખતર બસ સ્ટેશનમાં બનાવવામાં આવેલ સ્ટોલો અને દુકાનો 3 વર્ષ થવા છતાં ધૂળ ખાતા બંધ પડેલા છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર રાજકોટ વિભાગ દ્વારા લગભગ ત્રણેક વર્ષ પહેલાં મુસાફરોની સગવડ વધારવાના આશયથી આધુનિક સુવિધાઓથી સજ્જ બસ સ્ટેન્ડ તો બનાવવામાં આવ્યું. તે વખતના મુખ્યમંત્રી દ્વારા કેટલાક બસ સ્ટેશનના ઇ-લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં લખતર, ધ્રાંગધ્રા, વિગેરે બસ સ્ટેન્ડ ખુલ્લા મુકાયા હતાં.

બાદમાં એસટીની આવકમાં વધારો થવાના હેતુથી તેમજ મુસાફરોની સવલતમાં વધારો થાય તે આશયથી 3 સ્ટોલ અને 10 દુકાન બનાવવામાં આવી છે. આ માટે ટેન્ડરો બહાર પાડવામાં આવ્યાં. સરકારી તંત્ર દ્વારા તેના ભાવો મુક્કર કરવામાં આવ્યા હતા. ટેન્ડર ભરાયા અને તંત્ર દ્વારા નક્કી કરાયેલ ભાવથી થોડા ઊંચા ભાવનાં ટેન્ડરો ભરાયા હતા. પરંતુ તંત્રના મનમાં શું સળવળાટ ઉપડ્યો કે તંત્ર દ્વારા નક્કી કરેલા ભાવોથી ટેન્ડર થોડા ઊંચા ભાવે ભરેલા હોવા છતાં ટેન્ડર નામંજૂર કરી ટેન્ડરધારકને તેની ડિપોઝિટની રકમ પરત કરી.

અન્ય સમાચારો પણ છે...