ભાસ્કર વિશેષ:નવરાત્રીની તડામાર તૈયારીઓ: પરંપરાગત ગરબા બનાવતી લખતરના પરિવારની 5મી પેઢી

લખતર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
રંગ રોગાન કરી આખરી ઓપ આપતી દીકરી. - Divya Bhaskar
રંગ રોગાન કરી આખરી ઓપ આપતી દીકરી.
  • ચાઈનીઝ વસ્તુઓના આકર્ષણ વચ્ચે ભારતીય સંસ્કૃતિને ધબકતી રાખતી માટીકામની કલા

હાલમાં ચાઇનીઝ વસ્તુની વપરાશ વધી રહી છે. ત્યારે લખતરના માટીકામ કરતાં પરિવાર દ્વારા પોતાનો પરંપરાગત ધંધો હાલ પાંચમી પેઢી આગળ વધારી રહી છે. તેટલું જ નહીં પરિવારની સ્નાતકનો અભ્યાસ કરતી દીકરી ઘરકામની સાથે પિતાને ધંધામાં પણ મદદરૂપ બની આજનાં યુવાનોને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે. નવરાત્રિને હવે ગણ્યા-ગાંઠ્યા દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે નવરાત્રિમાં હવેના સમયમાં ચાઇનીઝ વસ્તુઓ જેવી કે ઇલેક્ટ્રિક લાઈટો, સિરીઝો, ઇલેક્ટ્રિક દીવડાઓ વગેરેનું ચલણ વધી રહ્યું છે.

ત્યારે લખતરના અમરશીભાઈ દેવજીભાઈ લખતરિયાનો પરિવાર આજે લગભગ પાંચમી પેઢીએ પણ તેમનો વારસાગત એવું માટીકામ કલાકારી કરી રહ્યો છે. તે તહેવારોમાં માટીમાંથી ખાસ પ્રકારની વસ્તુઓ બનાવે છે. તેવા સમયે નવરાત્રી નજીકમાં છે. ત્યારે આ પરિવાર દ્વારા ઇકોફ્રેન્ડલી ગરબા, નાના છોકરાઓ નવરાત્રિમાં સાંજે લઇને ફરતા હોય તે ઘોઘા, કોડિયાં વગેરે બનાવવાની કામગીરી શરૂ છે. તો તેને રંગરોગાન પણ કરી નવુ રૂપ આપવામાં આવે છે.

અહીં જાણવા જેવી વાત તો તે છે કે દીકરી ઘરકામમાં માતાને મદદરૂપ થાય તેવી લોકોક્તી છે. પરંતુ આ પરિવારની દીકરી રવિના જગદીશભાઈ લખતરિયા કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરે છે. ત્યારે તે માતાને ઘરકામ તો ઠીક પરંતુ પિતાને તેમના ધંધામાં એટલે કે બનાવેલ ઘોઘા તેમજ ગરબાને રંગકામ કરવાનું કામ કરી મદદરૂપ બને છે. ત્યારે આ દીકરીએ ચાઇનીઝ વસ્તુનો ઉપયોગ ઓછો કરી ઇકોફ્રેન્ડલી વસ્તુ તરફ વળવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...