સેવાસેતુ કાર્યક્રમ:લખતર તાલુકા, ચુડા અને હળવદ ખાતે સેવાસેતુ કાર્યક્રમ, સ્થળ પર જ અરજીઓનો નિકાલ કરાયો

લખતર9 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યસરકાર દ્વારા લોકોની સવલત માટે જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે. ત્યારે તેમાંનો એક કાર્યક્રમ એટલે સેવાસેતુ કાર્યક્રમ શનિવારે લખતર તાલુકાનાં વરસાણીખાતે લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્યની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

રાજ્યસરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારના લોકો માટે જુદી જુદી જાહેરાતો બહાર પાડવામાં આવે છે. ત્યારે તેવી જ જાહેરાતો પૈકીનો એક કાર્યક્રમ કે ગ્રામ્ય વિસ્તારની જનતા એક જ દિવસમાં તેઓનાં તમામ જરૂરી ગણાતા ડોક્યુમેન્ટ્સ જેવા કે PM જન આરોગ્ય યોજના કાર્ડ, આધાર કાર્ડ, આવકનો દાખલો વિગેરે એક જ અને તેઓની નજીકનાં જગ્યાએથી કઢાવી શકે તે માટે યોજાતા સેવાસેતુ કાર્યક્રમમાં નો એક સેવાસેતુ કાર્યક્રમ તા.14/5/2022ને શનિવારના રોજ તાલુકાનાં વરસાણી ગામે યોજવામાં આવ્યો હતો.

આ સેવાસેતુ વરસાણી ક્લસ્ટરનાં સાત ગામો તલસાણા, વરસાણી, વડેખણ, તાવી, ભાથરીયા, ભડવાણા, તથા દેવળીયા ગામનાં લાભાર્થીઓ માટે યોજાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સેવાસેતુ કાર્યક્રમમાં 2623 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમને સફળ બનાવવા લખતર મામલતદાર જી.એ. રાઠોડ તથા તાલુકા વિકાસ અધિકારી એચ.ટી. સાધુના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓએ તેમજ વરસાણી સરપંચ યુવરાજસિંહ સહિત અગ્રણીઓ દ્વારા જહેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં વોટર હેલ્પલાઇન એપ્લિકેશન અંગે પણ મતદારો અને યુવાનોને વી.એમ.કલોતરા તથા ટીમ દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી.

ચુડા : ચુડા તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ કોરડા પ્રાથમિક શાળા ખાતે યોજવામાંશનિવારના રોજ આવ્યો હતો.જેમાં જૂની મોરવાડ, નવી મોરવાડ, સમઢિયાળા, કોરડા, ચોકડી ભાણેજડા ગામો ના ગ્રામ જનોએ લાભ લીધો હતો.

હળવદ : રાજોધરજી હાઈસ્કુલ ખાતે નગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમ–8 યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ યોજનાઓનો લાભાર્થીઓએ આવકના દાખલા, રહેઠાણના દાખલા, પ્રોપર્ટી ટેક્ષ, વ્યવસાય વેરા, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, હેલ્થ ચેકઅપ, વીજળી, એસટી, ફોરેસ્ટ વગેરે યોજનાઓનો લાભ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...