આવેદનપત્ર:અમારા હક્ક અને માંગણીઓ સંતોષો: કરાર આધારિત કર્મીઓ

લખતર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આવેદનપત્ર આપતા કર્મીઓ. - Divya Bhaskar
આવેદનપત્ર આપતા કર્મીઓ.
  • લખતર તાલુકા મનરેગા યોજનાનાં કરાર આધારિત કર્મીઓએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું

લખતર તાલુકાનાં મનરેગા યોજનાનાં કરાર આધારિત કર્મચારીઓએ 4-10-21એ ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનનાં નેજા હેઠળ લખતર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં કર્મચારીઓના હક્ક અને માંગણીઓ સંતોષવા માટેની રજૂઆત કરી છે.

લખતર તાલુકા પંચાયત કચેરી ખાતે 4-10-21એ લખતર મનરેગા યોજના અંતર્ગત ફરજ બજાવતા કરાર આધારિત કર્મચારીઓએ ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના નેજા હેઠળ તેઓની વિવિધ માંગણીઓને લઈને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં 2010માં થયેલા ઠરાવ મુજબ નવા કરાર સમયે મળતો 15% સુધીનો પગાર વધારો નિયમિત મળતો નથી તો કરાર પણ સમયસર રિન્યુ થતાં નથી તથા 2013ના ઠરાવ મુજબ નવી ભરતી થયેલા મનરેગાનાં સ્ટાફનાં પગારમાં વધારો કરાયો હતો પણ તેનું અમલીકરણ 2020માં કરાયું હોવાથી 2013થી લઈને 2019 તફાવતનું શું જેવા મુદ્દાઓ નોંધ્યા છે. વર્ષોથી કર્મચારીઓ આ કામગીરી કરી રહ્યા હોય અને સરકારની યોજનાઓને ગામડાઓ સુધી પહોંચાડી છે તેથી તેઓની સેવાઓને ધ્યાને લઈને કાયમી કરવા તેમજ બીજા કર્મચારીઓને જે લાભ મળે છે તે લાભ આપી કર્મીઓનું ભવિષ્ય સુરક્ષિત થાય માટે માંગણીઓ સ્વીકારવા આવેદનપત્રમાં ઉલ્લેખ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...