બિસમાર હાલત:15 વર્ષથી લખતર પોસ્ટ ઓફિસથી મસ્જિદ સુધીનો રોડ બન્યો નથી : ગ્રામજનોની રાવ

લખતર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોસ્ટ ઓફિસથી મસ્જિદ સુધીનો રોડ બિસમાર હાલતમાં. - Divya Bhaskar
પોસ્ટ ઓફિસથી મસ્જિદ સુધીનો રોડ બિસમાર હાલતમાં.

લખતર શહેરમાં આવેલી પોસ્ટ ઓફિસથી મસ્જીદ સુધીનો રોડ છેલ્લા 15થી વધુ વર્ષોથી ભારે બિસમાર હાલતમાં છે. આ રોડ અંગે અનેક રજૂઆતો કરવા છતાં એકપણ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેને કારણે આ રોડ પરથી પસાર થતા અને આ વિસ્તારમાં રહેતા લોકોમાં અકસ્માતના ભય સાથે રોષની લાગણી ફેલાઇ છે.

સરકાર દ્વારા 5 વર્ષના કાર્યકાળના વિકાસ દિનની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે લખતર શહેરમાં આ ઉજવણીનો કોઈ અર્થ જ ન હોય તેવો ઘાટ સર્જાયો છે. લખતર પોસ્ટ ઓફિસથી મસ્જીદ સુધીનો રોડ અતિભારે બિસમાર હાલતમાં છે. આ અંગે આ વિસ્તારમાં રહેતા લોકોએ તેમજ અન્ય ગ્રામજનોએ અનેક રજૂઆતો કરવા છતાં તંત્ર આંખ આડા કાન કરતું હોય તેમ કોઈ જ કાર્યવાહી કરતું ન હોવાથી લોકોમાં કચવાટની લાગણી ફેલાઇ છે. ત્યારે આ રોડ ઉપરથી રોજે પસાર થતા લોકોમાં કમરનો દુઃખાવો, પેટમાં દુખવું તેમજ વાહનચાલકોને વ્હીલમાં પંચર થવું તેવા બનાવો પણ બનેલા છે. તો આ રોડ અંદાજે 15 વર્ષ કરતા વધુ સમયથી બન્યો જ ન હોવાનું આ રસ્તા પર વર્ષોથી વસતા રહેવાસીઓએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે લખતર શહેરનાં મોક્ષધામ પણ આ રસ્તેથી જ જવાય છે. ત્યારે કોઈની અંતિમયાત્રા પસાર થતી હોય તે વેળાએ પણ ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...