બેઠક:લખતરની સમિતિની બેઠકમાં રોડ, વીજળી, પાણીના પ્રશ્નો ગાજ્યા

લખતર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોજનાકીય, વસૂલાતની કામગીરી, પેન્શન કેસો સહિતના પ્રશ્નોની ચર્ચા તેમજ કાર્યવાહી કરવા સૂચનો આપવામાં આવ્યા

તાલુકા મામલતદાર કચેરીમાં શુક્રવારે સંકલન સમિતિની મળી હતી, જેમાં તાલુકાના વિવિધ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરાઈ હતી. અધ્યક્ષસ્થાનેથી પ્રશ્નો અંગે યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. સરકાર દ્વારા દર મહિને તાલુકા કક્ષાએ સંકલન સમિતિની બેઠકનું આયોજન કરાય છે, જેમાં સંકલન સમિતિના સભ્યો અને જુદા જુદા વિભાગના અધિકારીઓ હાજર રહેતા હોવાથી તાલુકાનાં અધૂરાં કામો તથા આગામી મહિનામાં થનારાં કામો અંગે ચર્ચા કરવામાં આવે છે.

તેવી જ એક સંકલનની બેઠકનું આયોજન શુક્રવારે લખતરના મામલતદાર જી. એ. રાઠોડના અધ્યક્ષસ્થાને કરવા આવ્યું હતું. બેઠકમાં લખતર-આદલસર-લીલાપુર રોડનાં કામ પછી માટીકામ, છારદ-ઢાંકી-કારેલા રોડનાં કામ, ખેતીવાડી વીજજોડાણનાં કામ, વીજલાઈન નાખવા અંગે તેમજ ઢાંકી ગામને પીવાનું પાણી પૂરૂં પાડવા બાબતના પ્રશ્નો રજૂ થયા હતા. ઉપરાંત યોજનાકીય કામગીરી, વસૂલાતની કામગીરી, પેન્શન કેસો સહિતના પ્રશ્નો પર અધ્યક્ષ દ્વારા અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી એચ. ટી. સાધુ સહિત તાલુકાનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તો ઢાંકી ગામનાં પ્રશ્નને લઈને સરપંચ પ્રભુભાઈ મકવાણા પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...