લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય દ્વારા તા.6-5-2022ના રોજ લખતર આરામગૃહમાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં લોકોના રોડ અને પીવાના પાણીના પ્રશ્નો સાંભળી તેનો નિકાલ ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યો હતો.
લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે લોકોના પ્રશ્નોનાં નિરાકરણ માટે લોકદરબાર યોજે છે. આથી તા.6-5-2022ને મે મહિનાના પહેલા શુક્રવારે લખતર આરામગૃહખાતે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ધારાસભ્ય દ્વારા લોકોની રજૂઆતોને સાંભળવામાં આવી હતી. આ લોકદરબારમાં સવલાણા ગામે સતિમાંના મંદિર જવાના રોડ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં પીવાના પાણીનાં પ્રશ્નોની રજૂઆત ધારાસભ્યને કરવામાં આવી હતી.
તો અગાઉ ધારાસભ્યને રજૂઆત કરેલા પ્રશ્નનું નિરાકરણ આવ્યુ હતુ. આ લોકદરબાર દરમિયાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ રાણા, લખતર તાલુકા પંચાયતનાં વિરોધપક્ષના નેતા પ્રવિણભાઇ મકવાણા, અશ્વિનસિંહ રાણા સહિતનાં કોંગ્રેસનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.