રજૂઆત:લખતર પંચાયત દ્વારા થતાં રસ્તાનું કામ યોગ્ય ન થતાં હોવાની રજૂઆત

લખતર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિસ્તારના જ સદસ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી

લખતર શહેર બહાર પોલીસ સ્ટેશન પાછળ આવેલા કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં લખતર પંચાયત દ્વારા બની રહેલો નવો રોડ યોગ્ય રીતે ન બનતો હોવાની લેખિત ફરિયાદ આ વિસ્તારના સદસ્ય દ્વારા આપવામાં આવી હતી. પંચાયત દ્વારા થતા કામો હલકી ગુણવત્તા વાળા હોવાનું ખુદ સદસ્ય દ્વારા જ કહેવાતા લોકોમાં અચરજ ફેલાયું છે.

લખતર શહેરનાં કૃષ્ણનગર સોસાયટી વિસ્તારમાં લખતર પંચાયત દ્વારા બનાવવામાં આવતા રોડનાં કામ યોગ્ય રીતે ન થતાં હોવાની લેખિત ફરિયાદ પંચાયતના આ વિસ્તારના સદસ્ય પ્રવીણભાઈ દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદને લખતર ગ્રામપંચાયતના ઉપસરપંચે પણ સહી કરી સમર્થન આપ્યું હોવાનું જાણવા મળે છે.

આમ પંચાયત દ્વારા જ થતાં વિકાસના કામો સામે પંચાયતના સદસ્યો દ્વારા જ ફરિયાદ ઉઠવા પામતા લોકોમાં તર્ક વિતર્ક સાંભળવા મળે છે. આ અંગે લખતર તાલુકા પંચાયતમાં બાંધકામ વિભાગમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા જયસ્વાલભાઈએ જણાવ્યું કે સદસ્ય દ્વારા મને ટેલીફોનીક રજૂઆત કરેલી છે. અને તે કામની સ્થળ ચકાસણી અને કામ જોઈને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...