તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમારકામ:તલવણી નજીકના પુલ ઉપરની રીપેરિંગ કામગીરી હાથ ધરાઈ

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ એંગલની જગ્યાએ યોગ્ય સમારકામ હાથ ધર્યું

લખતર-લીંબડી રોડ ઉપર લખતરથી ત્રણેક કી.મી. દૂર આવેલ તાલુકાનાં તલવણી ગામ નજીક આઠેક વર્ષ પહેલાં બનેલો પુલ આવેલો છે. ત્યારે આ પુલના સળિયા દેખાવા લાગ્યા હતા. તેના અહેવાલ પ્રસિદ્ધ થતા જ તંત્રએ ત્યાં સમારકામ કરી દીધું હતું. પરંતુ તેનાથી માંડ દસેક ફૂટ દૂર પુલની એંગલ દેખાઈ રહી હતી ત્યાં કંઈ કાર્યવાહી ન કરવામાં આવતા વાહનચાલકોને અકસ્માતનો ભય હોવાનું આ રસ્તેથી પસાર થતા લોકો જણાવી રહ્યાં હતા. આ અંગેનો અહેવાલ વર્તમાનપત્રમાં પ્રસિદ્ધ થતા જ તંત્રએ તુરંત કામગીરી હાથ ધરી છે.

સરકાર દ્વારા જરૂર જણાય ત્યાં રોડ-રસ્તાની યોગ્ય મરામત કરવા અધિકારીઓને જણાવવામાં આવે છે. પરંતુ અધિકારીઓ આ સૂચનાઓને ધ્યાને જ ન લેતાં હોય તેવો ઘાટ લખતર તાલુકાના તલવણી ગામ નજીક આવેલ પુલ ઉપર જોવા મળે છે. લખતર-લીંબડી સ્ટેટ હાઇવે ઉપર આવેલ તલવણી ગામની નજીક આઠેક વર્ષ પહેલાં બનેલો પુલ આવેલો છે. ત્યારે છેલ્લા એકાદ વર્ષથી આ પુલ ઉપરના સ્લેબના સળિયા દેખાઈ રહ્યા હતા. જેના કારણે આ રસ્તેથી પસાર થતા વાહનચાલકોને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો હતો.

આ અંગેના અહેવાલ દિવ્યભાસ્કરમાં પ્રસિદ્ધ થતા જ તંત્રએ આ જગ્યાએ કાર્યવાહી કરી સમારકામ હાથ ધર્યું હતું. આ જગ્યાથી દસેક ફૂટ દૂર પુલ ઉપર જ પુલની એંગલ દેખાઈ રહી હતી તે તંત્રને ધ્યાને ન આવી હોવાનું જણાવી લોકોને તેના કારણે મુશ્કેલી પડી રહી હોવા અંગેનાં અહેવાલ તા. 10 ઓગષ્ટના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા. જે થકી તંત્રએ સફાળું જાગી દેખાતી એંગલની જગ્યાએ યોગ્ય સમારકામ હાથ ધર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...