તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:કેસરિયામાં ટ્રેકટરની બેટરી ચોરાયાની રાવ

લખતર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

લખતર તાલુકાના કેસરીયામાં તસ્કરો જાણે સક્રીય બન્યા છે. 25 દિવસ દિવસ અગાઉ કેસરીયાના ગીરીરાજસિંહના ખેતરમાંથી પાણી પાવાના ધોરીયા પાઇપ ચોરાયા હતા. ત્યારે કેસરીયાના ખેડૂત ધર્મેન્દ્રસિંહ ઝાલાના ઘર પાસે મુકેલ ટ્રેકટરમાંથી બેટરી ચોરાયાનો બનાવ બન્યો છે. ધર્મેન્દ્રસિંહ દ્વારા આ અંગે લખતર પોલીસમાં લેખીત અરજી કરાઇ છે. થોડા દિવસના અંતરે જ કેસરીયા ગામમાં ચોરીનો બીજો બનાવ બનતા લોકોમાં રોષ ફેલાયો છે. આ અંગે બીટ જમાદાર જયદીપસિંહ રાઠોડે જણાવ્યુ કે, ટ્રેકટરમાંથી બેટરી ચોરાયાની અરજી મળી છે. આ અંગેની તપાસ ચાલુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો