આયોજન:છારદ ગામના ખેતરમાં પાણી ભરાવવા સહિતના પ્રશ્નો ગાજ્યા, લખતર-દસાડા વિસ્તારમાં લોકદરબાર યોજાયો

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય દ્વારા તા.20-5-22ના રોજ લખતર આરામગૃહમાં લોકદરબાર યોજવામાં આવ્યો હતો. જેમાં લોકોના પ્રશ્નો સાંભળી તેનો નિકાલ તેઓ દ્વારા કરવામાં આવ્યો હતો. લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી દ્વારા દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે લોકોના પ્રશ્નોનાં નિરાકરણ માટે લોકદરબાર યોજવામાં છે. ત્યારે તા. 20-5-22ને મે મહિનાના ત્રીજા શુક્રવારે લખતર આરામગૃહ ખાતે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં ધારાસભ્ય દ્વારા લોકોની રજૂઆતોને સાંભળવામાં આવી હતી. અને લોકોની સમસ્યાનું નિકાલ કરવામાં આવ્યું હતું. આ લોકદરબારમાં છારદ ગામનાં ખેતરમાં પાણી ભરાવાનો પ્રશ્ન તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં અન્ય પ્રશ્નોની રજૂઆત ધારાસભ્યને કરવામાં આવી હતી. જે પ્રશ્નના ધારાસભ્ય દ્વારા યોગ્ય નિકાલ કરવામાં આવ્યા હતા. આ લોકદરબાર વેળાએ હસમુખભાઈ હાડી, અશ્વિનસિંહ રાણા સહિતનાં કોંગ્રેસનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...