તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકદરબાર:લખતર ખાતે લોકદરબારમાં ગટર, રોડ, કેનાલ સહિતના પ્રશ્નો ગાજ્યા

લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લખતર-દસાડાના ધારાસભ્ય દ્વારા લોકદરબાર યોજાયો

લખતર-દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદ સોલંકી દર મહિનાના પહેલા અને ત્રીજા શુક્રવારે લોકોના પ્રશ્નોનાં નિરાકરણ માટે લોકદરબાર યોજે છે. જેના અનુસંધાને 2 જુલાઈ મહિનાના પહેલા શુક્રવારે લખતર ખાતે એક લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

લોકદરવારમાં ધારાસભ્ય દ્વારા વારાફરતી અરજદારોને સાંભળવામાં આવ્યા હતા. જેમાં ગટર, રોડ, નાળા, કેનાલ સહિતને લગતા પ્રશ્નો લોકો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. જેના ધારાસભ્યએ સ્થળ ઉપરથી જ અધિકારીઓ સાથે વાતચીત કરી લગભગ પ્રશ્નોનાં નિકાલ કરાયા હતા.

લખતર ગ્રામપંચાયત દ્વારા સફાઇ કર્મીને સેફ્ટીના સાધનો નહીં આપતા હોવાનું તેમજ છેલ્લા ઘણા મહિનાથી સફાઈ કર્મીઓનો પગાર પણ નહીં થયો હોવાનો પ્રશ્ન રજૂ થયો હતો. ત્યારે ધારાસભ્યએ અધિકારીને આ અંગે યોગ્ય કરવા સૂચના આપી હતી. આ લોકદરબાર વેળાએ તાલુકા કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ રાણા, તાલુકા પંચાયત સદસ્ય પદમાબેન મકવાણા, પ્રવીણભાઈ મકવાણા, જશાભાઇ નૈત્રા સહિતનાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...