અટકાયત:લખતરમાં 2 જગ્યાએ રેડમાં દારૂ સાથે 1 શખ્સને પોલીસે ઝડપ્યો

લખતર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આરોપી‎ - Divya Bhaskar
આરોપી‎
  • પોલીસે રૂ.1650ના મુદ્દામાલનો મુદ્દામાલ જપ્ત કર્યો

લખતર પંથકમાં દારૂ વહેંચનાર શખ્સ સામે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે એક દિવસમાં બે અલગ અલગ જગ્યાએ રેડ કરી દેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડયો છે.

લખતર પી.એસ.આઇ. એમ.કે. ઈશરાણી તથા તેમનાં સ્ટાફ દ્વારા દારૂ અને જુગારની બદીઓને ડામવા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તેવામાં લખતર પોલીસ દ્વારા એક દિવસમાં બે જગ્યાએ રેડ કરી દેશી દારૂ ઝડપી પાડયો હતો. લખતર પી.એસ.આઇ. એમ.કે. ઈશરાણી તથા પોલીસનાં અનિકેતસિંહ તથા કમલેશભાઈ વાઘેલા રાત્રીના સમયે ફરજ પર હતા. તે દરમિયાન કમલેશભાઇને લખતરના સહયોગ પરામાં રહેણાંકમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચાલી રહી હોવાની બાતમી મળી હતી.

ત્યારે તે સમયે પોલીસે અમરશીભાઈ મોતીભાઈ વાઘેલાના રહેણાંક મકાનમાં રેડ કરી રૂ.40ની કિંમતનો દારૂ બનાવવાનો ગરમ આથો તથા આથો 20 લિટર, રૂ. 60ની કિંમતનો દેશી દારૂ 3 લિટર, રૂ. 100ની કિંમતનું દારૂ બનાવવા માટેના સાધનો બાફણીયું, રૂ. 100ની કિંમતનું એલ્યુમિનિયમનું તગારું, રૂ. 500ની કિંમતનો ગેસનો ચૂલો, રૂ. 800ની કિંમતનો ગેસનો બાટલો, રૂ. 50ની કિંમતની નળી મળી કુલ રૂ.1650ના મુદ્દામાલ સાથે આરોપી અમરશી મોતીભાઈ વાઘેલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

બીજીબાજુ અનિકેતસિંહ સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે લખતરના ભૈરવપરામાં રહેણાંકમાં દારૂ હોવાની બાતમી મળતા રેડ કરતા રૂ.40ની કિંમતનો બે લિટર દેશી દારૂ ઝડપી પાડયો હતો. તે દારૂ આરતી વિપુલભાઈએ રાખ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી સ્થળ ઉપર હાજર મળી આવી ન હતી. લખતર પોલીસે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...