કાર્યક્રમ:લખતરના ભડવાણાના 162 લાભાર્થીને પ્લોટ ફાળવાયા

લખતર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરના ભડવાણામાં  લાભાર્થીને પ્લોટ ફાળવાયા. - Divya Bhaskar
લખતરના ભડવાણામાં  લાભાર્થીને પ્લોટ ફાળવાયા.

લખતર તાલુકા મથકથી આઠેક કીમી દૂર આવેલા તાલુકાનાં ભડવાણા ગામે લાભાર્થીઓને પ્લોટ ફાળવવા માટેનો એક કાર્યક્રમ 22-11-21ને સોમવારના રોજ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલની અધ્યક્ષતામાં બપોરનાં સમયે યોજાયો હતો. જેમાં લાભાર્થી સમાજોના લાભાર્થીઓને 100 ચો. વારનાં પ્લોટની ફાળવણી કરાઈ હતી. દરમિયાન 162 લાભાર્થીઓને પ્લોટ ફાળવાયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી જયેશભાઈ પટેલ, તાલુકા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ધ્રુવરાજસિંહ રાણા, પ્રભુભાઈ મકવાણા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ જગદીશભાઈ મજેઠીયા સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા ભડવાણા ગામનાં સરપંચ કુલદીપસિંહ રાણાએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...