હાલાકી:લખતર-લીંબડી સ્ટેટ હાઇવે પર ધીમી ગતિએ રોડ પેચિંગથી લોકો પરેશાન

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
લખતર-લીંબડી સ્ટેટ હાઇવે પર ચોડ પેચીંગનું કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યુ છે. - Divya Bhaskar
લખતર-લીંબડી સ્ટેટ હાઇવે પર ચોડ પેચીંગનું કામ ગોકળગાય ગતિએ ચાલી રહ્યુ છે.
  • એકાદ મહિનાથી કામ ચાલતું હોવા છતાં હજુ સુધી પૂરું થયું નથી
  • ચોમાસામાં આ રસ્તે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે

લખતર-લીંબડી સ્ટેટ હાઇવે ઉપર રોડનું કામ કરવામાં તંત્ર દ્વારા ઠાગા ઠૈયા કરવામાં આવતાં હોય છે. છેલ્લા એકાદ મહિનાથી શરૂ કરેલું પેચિંગ કામ હજુ સુધી પૂરું થયું નથી.

સરકાર દ્વારા રસ્તાનું કામ તાત્કાલિક અસરથી અને લોકોને તકલીફ ન પડે એ મુજબ કરવા મટે સુચનાઓ આપવામાં આવે છે. પરંતુ તંત્ર દ્વારા આવી સૂચનાઓને ગણકારવામાં જ ન આવતી હોય તેવો ઘાટ લખતર-લીંબડી સ્ટેટ હાઇવે ઉપર જોવા મળે છે. છેલ્લા એકાદ વર્ષથી આ રોડની યોગ્ય મરામત જ ન થઈ નથી.

હાલમાં ચોમાસુ નજીક છે ત્યારે જ તંત્રને આ રોડ ખોદીને રિપેર કરવાનું યાદ આવ્યું છે. ત્યારે જો ચોમાસામાં ભારે વરસાદ આવે તો આ રોડની હાલત અતિ બિસ્માર થઈ જશે. તો ત્યાંથી ટુ વ્હીલર વાહન પણ માંડ નીકળી શકશે તેવી પરિસ્થિતિ થાય તો નવાઈ નહીં. હાલના સમયમાં પણ આ રોડ ઉપર ફોર વ્હિલર માંડ ચાલી શકે તેવું છે. તો ધ્યાન ન રહે તો અકસ્માત સર્જાય તેવો રોડ બનેલો છે. તો ચોમાસા પહેલા તંત્ર દ્વારા કોઈ યોગ્ય અંને નક્કર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...