તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર ઈમ્પેક્ટ:લખતરમાં મોતીસર તળાવની પાળવાળા રોડે પેચિંગ વર્ક શરૂ

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
લખતર મોતીસર તળાવની પાળવાળા રોડે પેચિંગ વર્ક શરૂ  કરાયું. - Divya Bhaskar
લખતર મોતીસર તળાવની પાળવાળા રોડે પેચિંગ વર્ક શરૂ કરાયું.

લખતર શહેરનો મોતીસર તળાવની પાળવાળો રોડ ભારે બિસમાર હાલતમાં હતો. જેના ઉપર તંત્ર દ્વારા યોગ્ય પેચિંગ વર્ક નહિ કરવામાં આવતા આ રોડ ઉપરથી પસાર થતા વાહનચાલકોને પડતી અગવડતા પડતી હતી. જે અંગેનો અહેવાલ આવતાં જ તંત્રએ તાત્કાલિક અસરથી યોગ્ય પેચિંગ કરવાની કામગીરી હાથ ધરી છે.લખતર શહેરને સ્ટેટ હાઇવે સાથે જોડતો મોતીસર તળાવની પાળવાળો રોડ અતિભારે બિસમાર હાલતમાં હતો.

ત્યારે આ અંગેના અહેવાલ પ્રસિધ્ધ થતા જ તંત્રએ કવોરી વેસ્ટ નાખી સંતોષ માન્યો હતો. પરંતુ યોગ્ય પેચિંગ વર્ક ન કરવામાં આવતા આ રોડ જાણે ડિસ્કો રોડ બન્યો હોય તેવો ઘાટ સર્જાયો હતો. આ અંગેના અહેવાલ 27-6-21ના રોજ પ્રસિદ્ધ થતા જ તંત્ર સફાળું જાગ્યું હતું. 29-6-21ના રોજ સવારથી તંત્રએ આ રોડ ઉપર કામગીરી હાથ ધરી હતી. ત્યારે આ રોડ ઉપર યોગ્ય પેચિંગ વર્કનું કામ શરૂ કર્યું છે. આમ ફરી એકવાર અહેવાલ બાદ લોકોની મુશ્કેલીને વાચા આપી તંત્રને જગાડવામાં સફળ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...