મુસાફરોમાં રોષ:માંડવી-અમદાવાદ રૂટની બસમાં ખામી સર્જાતાં મુસાફરો રઝળ્યા

લખતર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એકાદ કલાક સુધી બસની રાહ જોવી પડતાં મુસાફરોમાં રોષ

માંડવી-અમદાવાદ રૂટની એસટી બસ બપોરનાં સમયે લખતર પહોંચી હતી. ત્યારે લખતર બસ સ્ટેશને બ્રેક કર્યા બાદ કોઈ કારણોસર બસમાં ખામી સર્જાતા બસ આગળ જઈ શકી ન હતી. તો આ બસના મુસાફરો અન્ય બસની રાહ જોતા લખતર બસ સ્ટેશને રઝળ્યા હતા. ત્યારે મુસાફરોમાં તંત્ર પ્રત્યે રોષ વ્યાપી ગયો હતો.

ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન નિગમ દ્વારા “સલામત સવારી એસ.ટી. હમારી” જેવા સ્લોગનો અને તેની હકીકત તેનાથી તદ્દન વિપરીત હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે માંડવી-અમદાવાદ રૂટની બસ તા.4-1-22ને મંગળવારના રોજ બપોરના સમયે લખતર બસ સ્ટેશને પહોંચી હતી. ત્યારે આ બસે લખતર બસ સ્ટેશને બ્રેક કર્યો હતો. ત્યારબાદ આગળ જવા માટે બસ શરૂ કરતાં બસ ચાલુ તો થઈ હતી. પરંતુ તેમાં કંઈક યાંત્રિક ખામી સર્જાતા બસ આગળ ચાલી શકી ન હતી. જેના કારણે બસનાં મુસાફરોને બસ સ્ટેશને ઉતારવામાં આવ્યા હતા.

બાદમાં તેના પછી આવતી અમદાવાદ રૂટની બસ ફૂલ હોવાનાં કારણે મુસાફરો બસની રાહ જોઈ કંટાળ્યા હતા. તો અમુક મુસાફરોને અગત્યનું કામ હોવાથી ભીડવાળી બસમાં ઊભા ઊભા જવાનો પણ વારો આવ્યો હતો. આમ, હમણાં હમણાં એસટી તંત્રની કામગીરી ખાડે ગઈ હોવાનો અહેસાસ મુસાફરો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે વિકાસની વાતો કરતી સરકારનું જ એક અંગ આ રીતે ખાડે હોય ત્યાં વિકાસ કેવો કહેવો તેમ મુસાફરો બોલતા સાંભળવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...