તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:લખતર ડેપોમાં પાસ, બુકિંગ સુવિધાના અભાવે પરેશાની

લખતરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓને જિલ્લામથક સુધી ધક્કો
 • નવા બસ સ્ટેશનમાં પાસ બારી અને રિઝર્વેશન બારી 2 વર્ષથી ખૂલી જ ન હોવાની ફરિયાદ

લખતર 2 વર્ષ પહેલા નવા બનેલા બસ સ્ટેન્ડમાં પાસ અને ટિકિટ બુકિંગ માટેની સુવિધા ન હોવાના કારણે મુસાફરો અને વિધાર્થીઓને પરેશાની ભોગવી રહ્યાં છે. આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી કાર્યવાહી કરાય તેવી માંગ ઉઠી છે.

લખતરમા નવા બનેલા બસ સ્ટેશનમાં વિધાર્થીઓના પાસ માટે પાસબારી અને રિઝર્વેશન બારી માટે રૂમ છે. પરંતુ 2 વર્ષથી આજદિન સુધી ખુલી જ નથી. જેને કારણે વિધાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અને પાસ કઢાવવા માટે 25 કિમી દૂર સુરેન્દ્રનગર ધક્કો ખાવો પડી રહ્યો છે. તો મુસાફરોને ઓનલાઈન ટિકિટ બુક નહિ થતાં તે માટે પણ સુરેન્દ્રનગર રિઝર્વેશન કરાવવા જવું પડતું હોવાથી ભારે મુશ્કેલી પડી રહી છે. આ અંગે વિધાર્થીઓએ જણાવ્યું કે અમારે પાસ કઢાવવા સુરેન્દ્રનગર ધક્કો થતો હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો આ અંગે તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવા લાગણી સાથે માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો