લખતરની કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓએ તાજેતરમાં યોજાયેલ જિલ્લાકક્ષાનાં ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરી તાલુકા, શાળાનું નામ જિલ્લામાં રોશન કર્યું છે. જેમાં કબડ્ડી, ખો-ખો તથા દોડમાં વિદ્યાર્થિનીઓએ પોતાનું કૌશલ્ય બતાવી આગામી સમયમાં તેમાંથી અમુક વિદ્યાર્થિનીઓ ઝોન કક્ષાએ પણ રમવા જશે.
લખતર શહેરમાં પચાસેક વર્ષ કરતા વધારે સમય પહેલા સ્ત્રી સશક્તિકરણની શરૂઆત થઈ હતી. જેમાં લખતરના અગ્રણીઓ દ્વારા શ્રી શક્તિ મહિલા મંડળ બનાવી તેના દ્વારા સંચાલિત વિદ્યાલય જે આજે શ્રીમતી એ.વી.ઓઝા તથા શ્રી વી.જે.ઓઝા સંસ્કાર વિદ્યાલય તરીકે સેંકડો વિદ્યાર્થિનીઓને અભ્યાસ પૂરો પાડી રહી છે. માત્ર અભ્યાસ જ નહીં સાથોસાથ અભ્યાસ સિવાયની પ્રવૃત્તિ રમતગમત પ્રવૃત્તિ, વકતૃત્વ, ગીત દરેક ક્ષેત્રમાં વિધાર્થિનીઓને તૈયાર કરી રહી છે. તેના ફળરૂપે કલા મહાકુંભ વિ દ્યાર્થિનીઓ અવ્વલ આવી હતી.
ત્યારે તાજેતરમાં જિલ્લાકક્ષાના ખેલ મહાકુંભમાં તાલુકાકક્ષાએ અવ્વલ આવી શાળાની વિદ્યાર્થિનીઓ જિલ્લાકક્ષાએ રમવા ગઈ હતી. જ્યાં એથલીટ્સમાં 1500 મી. દોડમાં મહેરિયા હેતલબેન ગોવિંદભાઈ જિલ્લામાં દ્વિતીય ક્રમે, 3000 મી. દોડમાં શાળાની વિદ્યાર્થિની નાકિયા પ્રાંજલબેન જિલ્લામાં દ્વિતીય ક્રમે તથા રાઠોડ પિંકલબેન તૃતિય ક્રમે, કબડ્ડી અંડર 17માં જિલ્લામાં શાળાનો દ્વિતીય ક્રમાંક આવ્યો હતો. ત્યારે તે ટીમમાંથી ચારે વિદ્યાર્થિની વહોદરિયા જાનકીબેન જી. રાઠોડ અંજનાબેન, સાકરીયા પાયલ, પુરબીયા તાનિયાનું સિલેકશન ઝોન કક્ષાએ રમવા જવા માટે થયું હતું.
ત્યારે અંડર 14માં ખો-ખો સ્પર્ધામાં પણ જિલ્લા કક્ષાએ શાળાનો દ્વિતીય ક્રમાંક આવ્યો છે. તે ટીમમાંથી પણ રાનેવાડીયા દિપીકાબેન,ગોરૈયા રેખાબેન, જખવાડીયા પૂનમનું સિલેકશન ઝોન કક્ષાની ટીમમાં રમવા જવા માટે કરાયું છે. આમ, આ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિનીઓ દર વર્ષે જિલ્લા તેમજ રાજ્યકક્ષાના ખેલ મહાકુંભમાં શાળા, તાલુકા તેમજ જિલ્લાનું નામ રોશન કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.