તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્રોશ:મફતીયાપરા લોકોને મકાન અન્ય સ્થળે ખસેડવા નોટિસ પાઠવાતાં રોષ

લખતર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રહીશો મામલતદારને રજૂઆત કરવા દોડી ગયા
  • PGVCLને તેમના નિયમો સમજતાં 26 વર્ષનો સમય લાગ્યો : રહીશો

લખતરના મફતિયાપરામાં લાભાર્થીઓએ બનાવેલ આવાસો પરથી પસાર થતી વીજ લાઈનોથી અકસ્માત થવાનો ભય ચોમાસાના કારણે રહેવાસીઓને સતાવી રહ્યો છે. તેવી રજૂઆત કરતાં જ લખતર પીજીવીસીએલે મકાનધારકોને નોટિસો આપતા લખતરવાસીઓમાં સરકારી તંત્રે ફાળવેલ જગ્યાના આવાસો યોગ્ય ન હોવાનું જણાવતા આ આવાસધારકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

મફતિયાપરામાં સરકારી તંત્રે 1996માં ફાળવેલ પ્લોટમાં લાભાર્થીઓ દ્વારા બનાવવામાં આવેલ મકાનો પીજીવીસીએલના નિયમ મુજબ ન બન્યા હોવાનું લખતર પીજીવીસીએલ કચેરીનાં ધ્યાને આવતાં 26 વરસનો સમય લાગ્યો હોવાનો ઘાટ જોવા મળે છે. પંચાયત કચેરી દ્વારા ઓગસ્ટ 1996માં પ્લોટ ફાળવવામાં આવ્યા છે. અને પીજીવીસીએલે આ આવાસોમાં વીજ કનેકશનો પણ આપ્યા.

પરંતુ કેટલાક લાભાર્થીઓના મકાન પરથી પસાર થતી વીજલાઇન અંગે ફરિયાદ કરાઈ હતી. આ મકાન પરથી પસાર થતા વીજવાયરો અંગેનાં સમાચાર ‘દિવ્યભાસ્કર’ સુરેન્દ્રનગર જિલ્લા આવૃત્તિમાં 19 જૂને પ્રસિદ્ધ થયા હતા. આ સમાચારોથી જાણે વીજતંત્ર ઘોર નિંદ્રામાંથી સફાળું જાગ્યું હોય તેમ 21 જૂને વીજકંપનીની લખતર કચેરી દ્વારા મકાનધારકોને નોટિસો આપી બાંધકામ સત્વરે દૂર કરવા અને જો દૂર ન કરે અને કંઈ પણ અકસ્માત સર્જાય તો જવાબદારી મકાન ધારકની રહેશે તેવું જણાવી પોતાનાં દોષનો ટોપલો લાભાર્થીઓ ઉપર ઓઢાડી દેવાનું જણાવતા “ચોર કોટવાલ ને દાંટે” જેવો ઘાટ સર્જાયો છે.

આ નોટિસોથી આવાસ ધારકોમાં રોષની લાગણી જોવા મળે છે. અત્રે ઉલ્લેખનીય ગણાશે કે સરકારી તંત્ર દ્વારા જ્યારે પ્લોટોની ફાળવણી કરાયા હતા. વીજકંપની દ્વારા વીજ ક્નેકશનો ફાળવેલ ત્યારે કંપનીના અધિકારીઓ શું એ.સી. કચેરીમાં બેઠા બેઠા જ જોડાણો મંજૂર કરી દેતા હશે તેવો સવાલ પણ લોકો કર્યો હતો.ત્યારે આ મતલબની રજૂઆત આ વિસ્તારની મહિલાઓએ લખતર મામલતદારને કરી હતી.જ્યારે મામલતદારે યોગ્ય કાર્યવાહી કરવાની હૈયા ધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...