તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:લખતર ભૈરવપરા વિસ્તારમાં દોઢ માસથી પાણી ન મળતાં આક્રોશ

લખતર7 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મહિલાઓએ પાણી પ્રશ્ને ગ્રામપંચાયતમાં હલ્લાબોલ કર્યો
 • કાળઝાળ ગરમીમાં જ પીવાના પાણીની સુવિધા ન મળતાં રોષ સાથે લેખિત રજૂઆત કરી

લખતર શહેરના ભૈરવપરા વિસ્તારમાં દોઢમાસથી પાણી ન આવતુ હોવાની સમસ્યાથી મહિલાઓ પરેશાન થઇ રહી છે. આથી રોષે ભરાયેલી મહિલાઓ ગ્રામપંચાયતમાં હલ્લાબોલ કરી પાણીની સુવિધા શરૂ કરવા લેખિત રજૂઆત કરી માંગ કરી હતી.

ઉનાળાનો હાલ એપ્રિલ માસ ચાલી રહ્યો હોવાથી કાળઝાળ ગરમી પડી રહી છે. તેવામાં લખતર શહેરના ભૈરવપરા વિસ્તારમાં પાણીની પળોજણ શરૂ થઇ છે. આ વિસ્તારમાં છેલ્લા દોઢ માસથી પાણી ન આવતુ હોવાથી મહિલાઓને તળાવ કુવે પાણી ભરવા જવા મજબુર બનતા રોષની લાગણી ફેલાઇ હતી.

આથી પાણીના બેડાઓ સાથે લખતર ગ્રામપંચાયત કચેરીમાં ધસી ગઇ હતી. જ્યાં લેખિત રજૂઆત સાથે ગીતાબેન, પ્રભાબેન વિગેરે એ જણાવ્યું કે લખતરના ભૈરવપરા વિસ્તારમાં પાણી ન આવતું હોવાથી ભરઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્ટેટ હાઇવે ક્રોસ કરી અમારે કુવા અને તળાવે પાણી ભરવા જવુ પડે છે. જ્યારે અમાર વિસ્તારમાં સ્ટ્રીટલાઇટો પણ નથી આથી વહેલી તકે પાણીની સુવિધા પુરી પાડવા માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો