તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખેડૂતોમાં રોષ:લખતર APMCમાં ચણાની ખરીદી બંધ કરાતાં ખેડૂતોમાં રોષ

લખતર18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 10 દિવસથી ખરીદી બંધ : ખેડૂતોની આંદોલનની ચીમકી
 • ખેડૂતોએ ઘઉં અને ચણાની ખરીદી શરૂ કરવા અંગે મામલતદારને આવેદન પત્ર આપી રજૂઆત કરી

લખતર તાલુકામાં સરકારી તંત્ર દ્વારા ચણાની ખરીદી છેલ્લા દસેક દિવસથી બંધ હોવાથી અને ઘઉંની ખરીદી આજદિન સુધી શરૂ જ કરવામાં ન આવી હોવાથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે. ત્યારે ખેડૂતો દ્વારા એપીએમસી ચેરમેનની આગેવાનીમાં તા.3-4-21ના રોજ લખતર મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. અને સોમવાર સુધીમાં ખરીદી શરૂ નહીં થાય તો ઉપવાસ આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. ખેડૂતોને પોતાનાં પાક વહેંચવા બહુ દૂર ન જવું પડે તે માટે નજીકનાં માર્કેટિંગ યાર્ડમાં સરકારી તંત્ર દ્વારા ટેકાના ભાવે પાકની ખરીદી કરવામાં આવે છે.

પરંતુ લખતરમાં હાલ ખરીદીમાં તંત્ર દ્વારા ધાંધીયા કરવામાં આવતાં હોય તેવો ઘાટ સર્જાયો છે. ત્યારે તાલુકાનાં ખેડૂતોએ લખતર એપીએમસી ચેરમેન હિતેન્દ્રસિંહ ઝાલાની આગેવાનીમાં લખતર મામલતદારને એક આવેદનપત્ર આપ્યું હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર ચણાની ખરીદી શરૂ કર્યા બાદ છેલ્લા દસ દિવસથી ચણાની ખરીદી બંધ કરી દીધી છે. જેના કારણે ચણામાં ડાઘ પડી જવાની સંભાવના દર્શાવી છે. આ ઉપરાંત ઘઉંની ખરીદી શરૂ કરવામાં આવી ન હોવાનું જણાવ્યું છે. ખેડૂતો ઓફિસના દસ દિવસથી ધક્કા ખાય છે પરંતુ કાલ કરશું કાલ કરશું તેવા ખોટા વાયદા કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો