વિરોધ:પોલીસ બંદોબસ્ત સાથે વીજટાવરોનું કામ શરૂ કરાતાં ખેડૂતોમાં આક્રોશ

લખતર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લખતરના તાવીમાં વીજ ટાવરો સંમતિ વગર ઊભા કરવાની કામગીરીનો વિરોધ

લખતર તાલુકાના તાવી ગામની સીમ જમીનમાં વીજ ટાવરો ઊભા કરવા માટેનું કામ શરૂ કરવા માટે કામ કરતી એજન્સી જ્યાં ટાવરો ઊભા કરવાના છે. તે ખેડૂતોના ખેતરોમાં કામગીરી શરૂ કરાતાં બુધવારે વિરોધ કરી કામ ન કરવા દીધુ ન હતું. આથી એજન્સીએ પોલીસ બંદોબસ્ત સાથે કામ શરૂ કરવા ગુરુવારે આવી પહોંચતા ખેડૂતમાં રોષ ફેલાયો હતો. આ કામ માટે ખેડૂતોને જાણ અગાઉથી કરવા તેમજ યોગ્ય વળતર ચૂકવી કામગીરી શરૂ કરવા માગ કરી હતી.પણ એજન્સી દ્વારા પોલીસ બંદોબસ્ત માગતા પોલીસનાં ધાડા સ્થળ ઉપર ઉતર્યા હતા.

જ્યારે ખેડૂતોએ મામલતદારને આ અંગે રજૂઆત કરી હતી. ખેડૂતોને અગાઉથી કામ કરી તેને થનાર નુકસાનીનું વળતર ચૂકવ્યા બાદ કામગીરી શરૂ કરવા ખેડૂતોએ જણાવતા અંતે ખેડૂતો સાથે આ અંગે એજન્સી દ્વારા અધિકૃત કરાયેલા લોકો તેમજ ખેડૂતો સાથે બેસી જે નિચોડ લાવે તેમ યોગ્ય કાર્યવાહી કરવાનું નક્કી કરવામાં આવ્યુ હોવાનું ખેડૂતોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે ગ્રામજનોએ આ અંગે જો યોગ્ય નિવેડો નહિ આવે અને ખેડૂતોને દબાવવાનો પ્રયાસ કરવામાં આવશે તો આગામી ગ્રામ સ્વરાજ સંસ્થાની ચૂંટણીનો બહિષ્કાર કરવા અંગે લખતર મામલતદારને લેખિતમાં રજૂઆત કરી હતી. આ અંગે આસપાસનાં ગામનાં સમર્થનની પણ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...