તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લ્યો બોલો!:લખતર CHCમાં 7ના નર્સિંગ સ્ટાફ સામે 2 જ હાજર

લખતરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં રોજની ઓ.પી.ડી. લગભગ 100ને આંબે છે. તેવી પરિસ્થિતિમાં આ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફની ઘટ હોવાનું જોવા મળે છે. લખતર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં નર્સિંગ સ્ટાફની કુલ 7 જગ્યાઓ છે. જેમાંથી હાલમાં 4 જગ્યાઓ ભરાયેલી છે. પરંતુ તેમાં પણ દુકાળમાં અધિકમાસ જેવી કહેવતને સાર્થક કરતો હોય તેવો ઘાટ જોવા મળે છે. જે 4 જગ્યાઓ ભરાયેલી છે તેમાં એક રજા ઉપર છે, તો એક કોરોના સસપેક્ટેડ હોવાથી તે હોમ કવોરંટાઈનમાં છે. ત્યારે આમ હાલમાં નર્સિંગ સ્ટાફમાં માત્ર 2 જ વ્યક્તિઓ ફરજ બજાવતા હોવાથી મુશ્કેલી સર્જાઈ તો નવાઈ નહીં.

અન્ય સમાચારો પણ છે...