તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:લખતરના મફતિયાપરા જવાના રસ્તે ગાંડા બાવળોથી લોકો ત્રસ્ત

લખતર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રજૂઆતને પગલે પંચાયત સદસ્યે વિસ્તારની મુલાકાત લીધી

લખતર શહેરનાં મફતિયાપરા વિસ્તારમાં જવાના રોડ પર બાવળોનું સામ્રાજ્ય છે. જેના કારણે આ વિસ્તારના લોકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે. તો લોકોની રજૂઆતને પગલે તાલુકા પંચાયત સદસ્યે આ વિસ્તારની મુલાકાત લીધી હતી. લોકોએ તાત્કાલિક અસરથી બાવળ હટાવવા માંગ કરી હતી.

લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના માર્ગો પર બાવળોનું સામ્રાજ્ય છે. ત્યારે લખતરથી તરમણિયા રોડ ઉપર મફતિયાપરામાં જવા માટેનો રસ્તો આવેલો છે. ત્યારે આ રસ્તેથી મફતિયાપરામાં જવા માટેના રોડ પર જ રોડની બંને બાજુએ બાવળો ઊગી નીકળ્યાં છે. તો આ બાવળો રોડ સાઈડ નમી ગયેલા હોવાનાં કારણે લોકોને વાગવાનો ભય રહ્યા કરે છે. તેથી આ બાવળો અંગેની રજૂઆત વિસ્તારના લોકોએ લખતર તાલુકા પંચાયતના સદસ્ય પ્રવીણભાઈ મકવાણાને કરતાં તેઓએ રૂબરુ આ વિસ્તારની મુલાકાત લીધી હતી. ત્યારે આ વિસ્તારના રહેવાસીઓએ આ બાવળો તાત્કાલિક દૂર કરવા માંગ કરી હતી. રહેવાસીઓએ જણાવ્યું હતું કે હાલમાં એક તો સમગ્ર ગામમાં સ્ટ્રીટ લાઈટના કનેક્શન પીજીવીસીએલ દ્વારા કાપી નાંખવામાં આવ્યા છે.

રાત્રીનાં સમયે અંધારામાં આ રસ્તા ઉપરથી પસાર થવામાં બાવળો એટલી હદે વધેલા હોવાનાં કારણે જીવ જંતુઓનો ડર પણ રહેતો હોવાનું જણાવ્યું હતું. આ રસ્તો લખતર-વિરમગામ સ્ટેટ હાઇવેને જોડતો હોવાનાં કારણે તાત્કાલિક બાવળ હટાવવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...