વાહનચાલકોમાં રોષ:લખતરના તાવી-ઝાપોદર રોડ પર બાવળો બન્ને બાજુ છેક રોડ સુધી પહોંચી ગયા

લખતર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
તાવી-ઝાંપોદર રોડ પર બંને સાઇડ બાવળો રોડ સુધી પહોંચી ગયા છે. - Divya Bhaskar
તાવી-ઝાંપોદર રોડ પર બંને સાઇડ બાવળો રોડ સુધી પહોંચી ગયા છે.
  • સામેથી આવતાં વાહનો ન દેખાતાં અકસ્માત સર્જાવાનો ચાલકોને ભય

લખતર તાલુકાના તાવી ગામથી વઢવાણ તાલુકાના ઝાપોદર ગામ જવા માટેનો રોડ આવેલ છે. પરંતુ આ રોડ ઉપર જાણે કંઈ ધ્યાન જ ન દેવાતું હોય તેવો ઘાટ સર્જાયો છે. જેના કારણે આ રસ્તે આવતાં વરસાણી ગામ નજીક આ રોડની બંને બાજુએ બાવળો ઊગી નીકળ્યાં હોવાથી વાહનચાલકોમાં રોષની લાગણી ફેલાઇ છે. તો તંત્ર દ્વારા બાવળો તાત્કાલિક હટાવવામાં આવે તેવી માગ વાહનચાલકો અને વિસ્તારના લોકોમાં ઊઠવા પામી છે.

લખતર તાલુકાના તાવીથી વઢવાણ તાલુકાના ઝાપોદર જવા માટેના રોડ પર ઠેર ઠેર રોડની બંને બાજુએ બાવળો ઊગી નીકળ્યાં છે. આટલું જ નહીં અમુક જગ્યાએ બાવળો રોડ પર નમી ગયેલા હોવાથી અકસ્માતનો પણ ભય રહેલો છે.

આ અંગે તાવી ગામમાં બલવિરસિંહ રાણા, યોગરાજસિંહ રાણા સહિતના વાહનચાલકોએ જણાવ્યું કે આ રોડ પરથી પસાર થતા કાંટા વાગવાનો ભય રહ્યા કરે છે. રોડનાં વળાંકમાં આગળનાં રસ્તાના વાહન ન દેખાતા હોવાથી અકસ્માતની પણ સંભાવના રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...