હાલાકી:સામાન્ય વરસાદમાં લખતર મેઈન બજારના રસ્તા પર કાદવ ફેલાયો

લખતર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતરની મુખ્ય બજારમાં કાદવ કિચડની. - Divya Bhaskar
લખતરની મુખ્ય બજારમાં કાદવ કિચડની.
  • વાસ્મોની પાઇપલાઇન નાંખ્યા પછી માત્ર માટીથી જ બુરાણ કરતાં આ સમસ્યા થઈ, લોકો અને વાહનચાલકો પરેશાન

લખતર શહેરમાં સામાન્ય વરસાદી ઝાપટામાં જ લખતરની મેઈન બજારના રસ્તા પર કાદવ-કીચડ ફેલાઇ ગયું છે. જેના કારણે મેઈન બજારમાં આવતાં રાહદારીઓ તથા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરાય તેવી રાહદારીઓ તેમજ વાહનચાલકો દ્વારા માંગ ઉઠી છે.

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી છે. જેને લઇને લખતર શહેરમાં 6 જાન્યુઆરીએ એકાદ વરસાદી ઝાપટું પડ્યું હતું. આ કારણે લખતર શહેરની મેઈન બજારમાં કાદવ-કીચડ થઈ ગયું હતું. આ ઉપરાંત બજારમાં આવતા રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. લખતરમાં પાણીની પાઇપ લાઇન નાંખવા માટે રોડ ખોદવામાં આવ્યો હતો. ત્યારબાદ આ રોડનું યોગ્ય બુરાણ ન કરાતાં બજારમાં સામાન્ય વરસાદથી કાદવ કીચડ ફેલાઇ ગયો હતો. જેથી શહેરીજનોમાં રોષ ફેલાયો છે.

અન્ય સમાચારો પણ છે...