તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લોકોને પરેશાની:24 કલાકમાં મૂળી તાલુકામાં 2 ઈંચથી વધુ અને લખતર તાલુકામાં અડધા ઈંચથી વધુ વરસાદ થયો છે

લખતર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
લખતર તાલુકાના અણિયાળી ગામનાં પ્રવેશદ્વારે જ કીચડરાજ છવાયું છે. - Divya Bhaskar
લખતર તાલુકાના અણિયાળી ગામનાં પ્રવેશદ્વારે જ કીચડરાજ છવાયું છે.

લખતર તાલુકાના અણીયાળી ગામનાં પ્રવેશદ્વારે જ કિચડના સામ્રાજ્યથી હાલાકી, ગંદકીમાંથી પસાર થવું પડતા લોકોમાં તંત્રની કામગીરી સામે રોષ
લખતર તાલુકાના અણિયાળી ગામે ગામમાં પ્રવેશ કરતા શરૂઆતમાં જ કિચડનું સામ્રાજ્ય છે. આ ગંદકીમાંથી લોકોને પસાર થવું પડતું હોવાથી લોકોમાં રોષની લાગણી ફેલાઇ છે. લખતર તાલુકામાં આ વર્ષે સામાન્ય કરતા પણ ઓછો વરસાદ છતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો જોવા મળે છે. તાલુકાના તલવણી ગામથી અણિયાળી બાજુ જવાના રસ્તે અણિયાળી ગામમાં પ્રવેશતાં જ શરૂ આતમાં કીચડનું સામ્રાજ્ય છવાયું છે. આ અંગે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

મૂળી ટીડાણા રોડમાં હાલત દયનીય
મૂળી ટીડાણા રોડમાં હાલત દયનીય

મૂળીમાં સામાન્ય વરસાદે જ ઠેર-ઠેર પાણી ભરાતાં લોકોને પરેશાની ભોગવવી પડે છે
મૂળીમાં હંમેશા ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. મૂળીમાં હજુ સામાન્ય વરસાદ જ પડ્યો છે ત્યાં કોળીપરા ભીંડિપા તાલુકા પંચાયત પાસે પાણી ભરાતા સ્થાનિકો પરેશાની ભોગવી રહ્યા છે. મૂળી તાલુકામાં બુધવારે મોડી સાંજે સામાન્ય વરસાદ જ પડ્યો હતો. છતા કોળીપરા ભીડિપા તાલુક ાપંચાયત પાસે સહિતનાં વિસ્તારમાં ઠેર-ઠેર વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને અનેક મુશ્કેલી ભોગવવી પડી રહી છે. તંત્રનાં દાવા ખોટા પડી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. જવાબદાર તંત્ર ઠેરઠેર ભરાતા વરસાદી પાણી દૂર કરે તેવી સ્થાનિક રહિશો માંગ કરી રહ્યા છે. મૂળી મસ્જિદથી રામાપીર મંદિર સુધીનો રોડ ઘણા સમયબાદ મંજૂર થયો છે. જેની કામગીરી હાલ શરૂ કરાઇ છે. ત્યારે હાલ રોડ પર 1 ફૂટથી વધારે પાણી ભરાઇ જતા સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...