લખતર પંથકના હાઇ-વે પર ડમ્પરચાલકો બેફામ ફરી રહ્યા છે. તો ઓવરલોડ ડમ્પરચાલકો સામે સુરેન્દ્રનગર ખાણ-ખનીજ વિભાગ દ્વારા લાલ આંખ કરાઈ છે. 4 ઓવરલોડ ડમ્પરને સીઝ કરી લખતર પોલીસ સ્ટેશનમાં જમાં કરાવ્યા હતા.
21-5-22ને શનિવારે વહેલી સવારે ખાણ ખનીજ વિભાગનાં અધિકારીની સૂચના અનુસાર ઇન્ચાર્જ ભૂસ્તરશાસ્ત્રી યશ જોશીના માર્ગદર્શન હેઠળ રોયલ્ટી ઇન્સ્પેક્ટર રાહુલ મહેશ્વરી, માઈન્સ સુપરવાઈઝર મસાણી સંજયસિંહ, સાહિલ પગદર, નાથાલાલ કણઝરીયા તથા કિશોર ડાભી સહિતની ખાણ ખનીજ વિભાગની ટીમે લખતર-વિરમગામ સ્ટેટ હાઇ-વે પર તાલુકાનાં છારદ ગામ નજીક ચેકિંગમાં ઊભા હતા.
આ દરમિયાન આ હાઇવે ઉપરથી પસાર 4 ડમ્પરને તપાસ માટે ઊભા રાખવામાં આવ્યા હતા. જેમાં બ્લેકટ્રેપ ખનીજ ભરી ઓવરલોડ જણાતા ચાર ડમ્પર સહિત અંદાજે રૂ. 80 લાખનો મુદ્દામાલ સીઝ કરી લખતર પોલીસ સ્ટેશનમાં જમા કરાવ્યો છે. આમ, ખાણ ખનીજ વિભાગે વહેલી સવારે આ હાઇ-વે પર ચેકિંગ હાથ ધરતા ડમ્પરચાલકોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.